For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

TDP સમર્થકોના સોનિયાને ડાકણ દર્શાવતા પોસ્ટર્સથી વિવાદ

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 10 ઓક્ટોબર : દિલ્હીમાં અલગ તેલંગાણાની વિરુદ્ધમાં અનશન પર બેઠેલા તેલુગુ દેશમ પાર્ટી - ટીડીપીના નેતા ચંદ્રાબાબુ નાયડુના કેમ્પમાં કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધી સહિત કોંગ્રેસના નેતાઓને વાંધાજનક કહી શકાય તેવા દર્શાવતા પોસ્ટર્સ લગાવવામાં આવ્યા છે. આ વાંધાજનક પોસ્ટર્સને કારણે ભારે હંગામો મચી ગયો છે.

આ પોસ્ટર્સ દર્શાવવા પાછળ મુખ્ય બાબત એ છે કે ટીડીપી સમર્થકો ગુસ્સામાં છે કે યુપીએ સરકાર નાયડુ સાથે વાતચીત શા માટે કરી રહી નથી. આ વિવાદાસ્પદ પોસ્ટર્સમાં સોનિયા ગાંધીને વિકરાળ સ્વરૂપમાં દર્શાવવામાં આવ્યા છે. આ પોસ્ટર્સમાં તેમને એક ડાકણ તરીકે ચીતરવામાં આવ્યા છે.

sonia-gandhi-controvercial-poster-tdp

આ વિવાદાસ્પદ પોસ્ટર્સમાં દર્શાવવામાં આવ્યું છે કે સોનિયા ગાંધીના મોઢામાંથી લોહી ટપકી રહ્યું છે અને તેમણે કોંગ્રેસના દિગ્ગજ નેતાઓના મસ્તકને ધડથી અલગ કરી તેની માળા પોતાના ગળામાં ધારણ કરી છે. જો કે આ પોસ્ટર્સથી મોટો વિવાદ ઉભો થતા તેને ફાડી નાખવામાં આવ્યા છે. જો કે એક પોસ્ટર હજી પણ દિલ્હી પોલીસના બેરિકેડ પર ચોંટેલું જોઇ શકાય છે.

ઉલ્લેખનીય છે કે ટીડીપી નેતા ચંદ્રાબાબુ છેલ્લા 4 દિવસથી અલગ તેલંગાણાના વિરોધમાં દિલ્હીમાં અનશન પર બેઠા છે. બુધવારે જ્યારે તેમના સમર્થકો તેમને મળવા આવ્યા ત્યારે તેમના હાથમાં પ્લેકાર્ડ અને પોસ્ટર્સ હતા. આ પોસ્ટર્સમાંથી એક પોસ્ટર સોનિયા ગાંધીને વિચિત્ર દર્શાવવામાં આવ્યા હતા.

નોંધનીય છે કે ભૂતકાળમાં અનેકવાર સોનિયા ગાંધીને પોસ્ટર્સમાં વિવાદિત સ્વરૂપમાં દર્શાવવામાં આવ્યા હોય તેવી ઘટનાઓની સાથે તેમના પોસ્ટર્સ પર કાળો રંગ ચોપડવામાં આવ્યો હોય તેવી ઘટનાઓ પણ બની છે.

English summary
Controversial posters of Sonia Gandhi by TDP supporters
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X