For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મેસ્સીને લઈને કોંગ્રેસ સાંસદનું વિવાદીત ટ્વિટ, કહ્યું- મેસ્સીનો જન્સ આસમમાં થયો છે

ફિફામાં આર્જેન્ટિનાની ધમાકેદાર જીત બાદ હવે કોંગ્રેસ નેતા અને સાંસદ અબ્દુલ ખાલિકે ટ્વિટ કરીને લીઓનેલ મેસ્સી આસામમાં જનમ્યા હોવાનું કહ્યું હતું

By Desk
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી : આર્જેન્ટિના અને ફ્રાન્સ વચ્ચેના ધમાકેદાર ફિફા ફાઈનલ મેચમાં આર્જેન્ટિનાએ ફ્રાન્સને હરાવીને ફિફા વર્લ્ડકપ પર કબ્જો કર્યો છે. જીત બાદ એકલા હાથે મેચને જીતાડનાર લીયોનેલ મેસ્સીની સતત ચર્ચા થઈ રહી છે. હવે આ ચર્ચાઓ વચ્ચે કોંગ્રેસના સાંસદે ટ્વિટ કરીને વિવાદ છેડ્યો છે.

Assam

કોંગ્રેસ નેતા અને સાંસદ અબ્દુલ ખાલિકે મોટો દાવો કરતા વિવાદીત ટ્ટિટ કર્યુ હતું. સાંસદ અબ્દુલ ખાલિકે દાવો કરતા ટ્વિટ કર્યુ કે, મેસ્સીનો જન્મ અસમમાં થયો છે. ટ્વિટ બાદ વિવાદ થતા તેમને ટ્વિટ ડિલિટ કરી દીધુ છે. અબ્દુલ ખાલિક આસામના બરપેટાથી કોંગ્રેસના સાંસદ છે.

અબ્દુલ ખાલિકે આર્જેન્ટિનાની જીત અભિનંદન આપતા ટ્વિટ કર્યુ હતું. તેમણે ટ્વિટમાં લખ્યુ કે, મારા દિલની ગહેરાઈથી અભિનંદન. તમારા આસામ કનેક્શન માટે અમને તમારા પર ગર્વ છે. તેમના ટ્વિટ બાદ યુઝરે તેમને પૂછ્યું તો તેમણે કહ્યું કે, હા, મેસ્સી જન્મ આસામમાં થયો છે. જો કે, વિવાદ વધતા તેમણે પોતાની ભૂલનો અહેસાસ થયો અને ટ્વીટ ડિલીટ કરી દીધુ.

ટ્વિટ ડિલિટ કર્યા બાદ પણ તેઓ ટ્રોલના નિશાને ચડ્યા હતા. એક ટ્રોલ્સે મજા લેતા કહ્યું કે, મેસ્સી મારો સહાધ્યાયી હતો. અન્ય એક યુઝરે મજા લેતા કહ્યું કે, વર્લ્ડકપ જીતીને મેસ્સી આસામ જરૂર આવે. અન્ય એક યુઝર્સે કટાક્ષ કરતા એક યુઝરે લખ્યું કે, આજે મને ખબર પડી કે મારો જન્મ પણ આસામમાં થયો છે.

અહીં તમને જણાવી દઈએ કે, આર્જેન્ટિના અને ફ્રાન્સ વચ્ચેના રોમાંચક મુકાબલામાં આર્જેન્ટિનાએ ફ્રાન્સને શુટઆઉટમાં 4-2થી હરાવ્યુ હતું. આ મેચમાં મેસ્સી સાથે સાથે ફ્રાન્સના 23 વર્ષીય ખેલાડી કિલિયન એમ્બાપ્પેએ પણ ધમાકેદાર રમત દેખાડી હતી.

English summary
Congress MP's controversial tweet about Messi, said - Messi was born in Assam
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X