સાધ્વી પ્રજ્ઞા સિંહ ઠાકુરના શપથ પર વિવાદ, પોતાના નામમાં ગુરુનું નામ સામેલ કર્યું હતું
નવી દિલ્હીઃ ભોપાલના ભાજપી સાંસદ પ્રજ્ઞા ઠાકુરે લોકસભા સભ્યના રૂપમાં સંસ્કૃમાં શપથ લીધા. તેમના શપથ ગ્રહણ દરમિયાન લોકસભામાં ભારે હંગામો થયો. તેમણે શપથ ગ્રહણમાં પોતાના સાથે પોતાના ગુરુનું પણ નામ લીધું. વિપક્ષના સભ્યોએ તેમના નામને લઈ વાંધો જતાવ્યો છે. સાધ્વી પ્રજ્ઞા સિંહ ઠાકુરે લોકસભામાં સભ્ય તરીકે શપથ ગ્રહણ કરતા સંન્યાસ વાળા પોતાના નામ સાધ્વી પ્રજ્ઞા ઠાકુર પૂર્ણ ચેતનાનંદ ગુરુ અવધેશાનંદ તરીકે લીધું. જેના પર સ્પીકર અને સાંસદોએ પણ વાંધો ઉઠાવ્યો.

સાધ્વી પ્રજ્ઞાએ સંસ્કૃતમાં શપથ લીધા
વિપક્ષ તરીકે જ્યારે હંગામો ચાલુ હતો ત્યારે સાધ્વી પ્રજ્ઞા સિંહ ઠાકુરે કહ્યું કે, આ તેમનું આખું નામ છે પરંતુ વિપક્ષના હંગામા બાદ પ્રોટેમ સ્પીકર વીરેન્દ્ર કુમારે કહ્યું કે તેઓ રેકોર્ડને સત્યાપિત કરશે અને તદનુસાર સંજ્ઞાન લેશે. રેકોર્ડ ચેક કરવા પર જાણવા મળ્યું કે સાધ્વીના નામની સાથે પૂર્ણ ચેતનાનંદ ગુરુ અવધેશાનંદનું નામ નહોતું લખાયું હતું. જે બાદ તેમને રેકોર્ડમાં આપેલ નામની સાથે શપથ લેવા કહેવામાં આવ્યું. જે બાદ સાધ્વી પ્રજ્ઞા સિંહ ઠાકુરે ઈશ્વરના નામ પર શપથ ગ્રહણ કર્યા.

શપથની વચ્ચે ચેક કરવા પડ્યા રેકોર્ડ
હંગામાની વચ્ચે લોકસભાના અધિકારીઓએ પ્રજ્ઞા સિંહ ઠાકુરે કહ્યું કે તે પોતાના શપથમાં પિતાનું નામ લે. આ દરમિયાન વીરેન્દ્ર કુમાર ફાઈલોની તપાસ કરતા જોવા મળ્યા. તેમણે પ્રજ્ઞા સિંહ ઠાકુરને ચૂંટણી આયોગ દ્વારા જાહેર કરેલ જીતના પ્રમાણ પત્ર આપવા કહ્યું. સાધ્વી પ્રજ્ઞા સિંહ ઠાકુરે જ્યારે બીજીવાર શપથ લેવા શરૂ કર્યું તો એકવાર ફરી વિપક્ષી સાંસદ હંગામો કરવા લાગ્યા. સાધ્વી પ્રજ્ઞા સિંહ ઠાકુરે એકવાર ફરી અધવચ્ચે અટકાઈ ગઈ.

સાધ્વીના પક્ષમાં સત્તા પક્ષના સાંસદોએ નારેબાજી કરી
જે બાદ લોકસભાના અધિકારી સાંસદના રેકોર્ડ સાથે જોડાયેલ ફાઈલ પ્રોટેમ સ્પીકર ડૉ. વીરેન્દ્ર કુમાર પાસે લઈ ગયા. જ્યાં પર પ્રોટેમ સ્પીકરે રેકોર્ડ ચેક કર્યો. જે દરમિયાન તેઓ તમામ વિપક્ષી સભ્યોની સાથે સદનમાં વ્યવસ્થા રાખવા અનુરોધ કરી રહ્યા હતા જેથી શપથ ગ્રહણની પ્રક્રિયા પૂરી થઈ શકે. બે વખત અડચણ બાદ પ્રજ્ઞા સિંહ ઠાકુરે ત્રીજા પ્રયાસમાં પોતાના શપથ પૂરા કર્યા.