For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સિખ રમખાણોમાં દોષિત સજ્જન કુમારે કોંગ્રેસમાંથી આપ્યુ રાજીનામુ

સિખ રમખાણમોના આરોપી સજ્જન કુમારે કોંગ્રેસમાંથી રાજીનામુ આપી દીધુ છે.

|
Google Oneindia Gujarati News

1984માં તત્કાલિન પ્રધાનમંત્રી ઈન્દિરા ગાંધીની હત્યા બાદ ભડકેલા સિખ રમખાણોમાં આરોપી વરિષ્ઠ કોંગ્રેસ નેતા સજ્જન કુમારને કોર્ટે દોષિત ગણાવીને તેમને આજીવન કેદની સજા સંભળાવી હતી. કોર્ટના ચુકાદા બાદ સજ્જન કુમારે પાર્ટીમાંથી રાજીનામુ આપી દીધુ છે. આ પહેલા કોર્ટે સજ્જન કુમારને દોષિત ગણીને તેમને આજીવન દેદની સજા સંભળાવી પાંચ લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. કોર્ટના ચુકાદા બાદ 31 ડિસેમ્બર સુધી સજ્જન કુમારને સરેન્ડર કરવાનું છે. વળી, આ દરમિયાન તે દિલ્લીથી બહાર નહિ જઈ શકે.

આ પણ વાંચોઃ 84ની એ રાત, જ્યારે સજ્જનકુમાર આવ્યા અને જીવતા સળગાવી દીધા સિખઃ સાક્ષીઆ પણ વાંચોઃ 84ની એ રાત, જ્યારે સજ્જનકુમાર આવ્યા અને જીવતા સળગાવી દીધા સિખઃ સાક્ષી

sajjan kumar

તમને જણાવી દઈએ કે સજ્જન કુમારને નીચલી અદાલતે છોડી મૂક્યા હતા. પરંતુ જસ્ટીસ એસ મુરલીધર, વિનોદ ગોયલે સજ્જન કુમારને હત્યા, ષડયંત્ર અને રમખાણોને ભડકાવવા તેમજ ભડકાઉ ભાષણ આપવાના દોષિત ગણીને તેમને આજીવન કેદની સજા સંભળાવી છે. સજ્જન કુમારને 31 ડિસેમ્બર સુધીમાં સરેન્ડર કરવાનું છે અને આ દરમિયાન તે દિલ્લી નહિ છોડી શકે. સજ્જન કુમાર ઉપરાંત આ મામલે પૂર્વ નેવી અધિકારી કેપ્ટન ભાગમલ, પૂર્વ કોંગ્રેસ કાઉન્સિલર બલવાન ખોકર અને ગિરધારી લાલને પણ કોર્ટે દોષિત ગણ્યા છે અને આ ત્રણેને પણ આજીવન કેદની સજા સંભળાવવામાં આવી છે.

ઉલ્લેખનીય વાત છે કે સજ્જન કુમારને સંજય ગાંધીની નજીક ગણવામાં આવતા હતા. તેમણે 1980માં પહેલી વાર દિલ્લીથી લોકસભા ચૂંટણમી લડી અને જીતી હતી. તેમણે દિલ્લીના મુખ્યમંત્રી રહેલ બ્રહ્મા પ્રકશને હરાવ્યા હતા. સજ્જન કુમાર પર લૂંટ અને સિખો સામે ગુનાહિત ષડયંત્ર રચવાનો આરોપ પણ છે. 2013માં કોર્ટે સજ્જન કુમારને છોડી દીધા હતા. પરંતુ સીબીઆઈએ દિલ્લી હાઈકોર્ટમાં અપીલ કરી હતી અને આના પર સુનાવણી કરતા 27 ઓક્ટોબરે કોર્ટે પોતાનો ફેસલો સુરક્ષિત કરી લીધો હતો અને હવે તેમને આ મામલે દોષિત જાહેર કરવામાં આવ્યા છે.

English summary
Convict in 1984 Sikh riot congress leader Sajjan Kumar resign from the party.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X