For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

BHU મામલે રાહુલ ગાંધી: આ છે BJPનું 'બેટી બચાઓ,બેટી પઢાઓ'

બીએચયુ: શનિવારે પોલીસે વિદ્યાર્થીનીઓ પર લાઠીચાર્જ કર્યો હતો. આ અંગે હવે બીચએચયુ ઉપરાંત ABVP, SP પણ વિરોધ પ્રદર્શન કરી રહ્યાં છે.

By Shachi
|
Google Oneindia Gujarati News

વારાણસીની બીએચયુમાં શનિવારે રાત્રે વિદ્યાર્થીનીઓ પર લાઠીચાર્જ થયા બાદ રવિવારે રાજકારણીઓએ પણ આ મામલે ઝંપલાવતા વાત વધુ વધુ ગંભીર બની હતી. ઉત્તર પ્રદેશના પ્રદેશ અધ્યક્ષ રાજ બબ્બર રવિવારે સાંજે વિદ્યાર્થીનો સમર્થન આપવા પહોંચ્યા ત્યારે પોલીસ દ્વારા તેમને ગિલટ બજારમાં જ રોકી તેમની અટકાયત કરવામાં આવી હતી. બિડલા હોસ્ટલમાં ધરણા પર બેઠેલા વિદ્યાર્થીઓની પણ ધરપકડ કરવામાં આવી હતી. છેલ્લા 48 કલાકથી આ કોલેજ કેમ્પસ જાણે પોલીસ છાવણીમાં ફેરવાઇ ગયું છે.

સોમવારનો ઘટનાક્રમ

સોમવારનો ઘટનાક્રમ

ત્યાર બાદ સોમવારે સમાજવાદી પાર્ટી પણ યુનિ.ના ગેટ પર પહોંચી હતી અને તેમણે 'મોદી મુર્દાબાદ'ના નારા પણ લગાવ્યા હતા. સપા દ્વારા વિદ્યાર્થીમીઓ પર થયેલ હિંસાત્મક કાર્યવાહીની તપાસ કરવા માટે પોતાની તપાસ ટુકડી મોકલવાની ઘોષણા કરી હતી. સપાના જિલ્લા અધ્યક્ષ પીયુષ યાદવે કહ્યું કે, શાસન અને પ્રશાસને દમનકારી નીતિ અપનાવતા તેમને અંદર નહોતા જવા દીધા. પ્રશાસન દ્વારા તપાસ ટુકડીના નેતાઓ સહિત અનેક કાર્યકર્તાઓની ધરપકડ કરવામાં આવી હતી અને તેમને પોલીસ લાઇન મોકલવામાં આવ્યા હતા.

સપાની રેલી

સપાની રેલી

સપાની રેલી જોતાં જ બીએચયુનો મેઇન ગેટ બંધ કરવામાં આવ્યો હતો. આ વિવાદમાં 1200થી વધુ વિદ્યાર્થીઓ વિરુદ્ધ એફઆઈઆર નોંધાઇ હતી. કોંગ્રેસ નેતા ગુલામ નબી આઝાદ પણ બીએચયુમાં વિદ્યાર્થીઓની મુલાકાત લેવા પહોંચે એવી શક્યતા છે. લખનઉની પત્રકાર પરિષદમાં મુલાયમ સિંહ યાદવે પણ વિદ્યાર્થીની પર કરવામાં આવેલ લાઠીચાર્જની આલોચન કરી હતી. તો બીજી બાજુ, વારાણસીના ડીએમ દ્વારા બીએચયુની વીસીને પત્ર લખવામાં આવ્યો હતો.

ABVPનો વિરોધ

ABVPનો વિરોધ

આ મામલે હવે વિદ્યાર્થી સંગઠન અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ પણ વિરોધ કરવા આગળ આવ્યું છે. એબીવીપીના વિદ્યાર્થીઓએ સોમવારે આ મામલે માનવ સંસાધન વિકાસ મંત્રાયલ સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું. ભવન ગેટ સુધી પહોંચેલ પ્રદર્શન કર્તાઓ અને મંત્રાયલના સુરક્ષા કર્મચારીઓ વચ્ચે અથડામણ પણ થઇ હતી.

આ છે ભાજપનું બેટી બચાઓ, બેટી પઢાઓ

આ છે ભાજપનું બેટી બચાઓ, બેટી પઢાઓ

રવિવાર સાંજથી આ મામલાને લઇને રાજકારણીય વાતાવરણ પણ ગરમાયું છે. વિદ્યાર્થીની પર થયેલ લાઠીચાર્જના મામલે એક બાજુ યોગી સરકારની આલોચના થઇ રહી છે, ત્યારે કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ પણ ભાજપ પર પ્રહારો કરતું એક ટ્વીટ કર્યું હતું. તેમણે લખ્યું હતું કે, આ જ છે ભાજપનું બેટી બચાઓ, બેટી પઢાઓ.

English summary
BHU: Cops lathi charged on female students on Saturday. Students of BHU, ABVP protests. SP leaders protests. Congress vice president Rahul Gandhi blames BJP on Twitter.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X