For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોરોના ઈફેક્ટઃ મુંબઈમાં બધી સ્કૂલો 31 ડિસેમ્બર સુધી બંધ

મુંબઈમાં બધી સ્કૂલોને 31 ડિસેમ્બર સુધી બંધ કરી દેવામાં આવી છે.

|
Google Oneindia Gujarati News

મુંબઈઃ દેશમાં એકવાર ફરીથી કોરોનાએ જોર પકડ્યુ છે. રાજધાની દિલ્લીથી લઈને આર્થિક રાજધાની મુંબઈ સુધી કોરોનાના નવા કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે. આ દરમિયાન મુંબઈમાં બધી સ્કૂલોને 31 ડિસેમ્બર સુધી બંધ કરી દેવામાં આવી છે. તમને જણાવી દઈએ કે 23 નવેમ્બરથી મુંબઈમાં સ્કૂલોને ખોલવાની તૈયારી કરવામાં આવી હતી પરતુ કોરોનાના વધતા કેસોને જોતા બીએમસીએ બધી સ્કૂલોને 31 ડિસેમ્બર સુધી બંધ રાખવાનો આદેશ આપ્યો છે.

mumbai school

મુંબઈના મેયરે આપી માહિતી

મુંબઈના મેયર કિશોરી પેડનેકરે આની ઘોષણા કરીને કહ્યુ કે બીએમસીના અધિકાર ક્ષેત્રની બધી સ્કૂલો 31 ડિસેમ્બર સુધી બંધ રહેશે. આ નિર્ણય મુંબઈમાં વધી રહેલ કોરોના કેસોના કારણે લેવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે મુંબઈમાં 23 નવેમ્બરથી 9માંથી લઈને 12માં સુધીના ધોરણની સ્કૂલોને ખોલવાની તૈયારી કરવામાં આવી રહી હતી. શિક્ષણ વિભાગે આ અંગે દિશાનિર્દશ પણ જારી કર્યા હતા જેમાં બાળકોની કોરોના તપાસ હોવી અનિવાર્ય હતી પરંતુ આ બધા વચ્ચે હવે સ્કૂલોને 31 ડિસેમ્બર સુધી બંધ રાખવાનો આદેશ આવી ગયો છે.

ગુજરાતમાં પણ સ્કૂલ ખોલવાનો આદેશ રદ કરાયો

મુંબઈ પહેલા ગુજરાત સરકારે પણ સ્કૂલોને ખોલવાનો પોતાનો પહેલો આદેશ પાછો ખેંચી લીધો છે. ગુજરાતમાં 23 નવેમ્બરથી સ્કૂલો ખોલવાની તૈયારી હતી પરંતુ ગુરુવારે થયેલી કેબિનેટ મીટિંગમાં આ નિર્ણયને પાછો લેવામાં આવ્યો છે.આ વિશે સીએમઓના અધિકૃત ટ્વિટર હેન્ડલ પર જણાવવામાં આવ્યુ કે સરકારે સ્કૂલ ખોલવાના પોતાના ઑર્ડરને હાલમાં રદ કરી દીધો છે. સાથે જ સ્કૂલો અને કૉલેજોને ફરીથી ખોલવાની નવી તારીખોની પણ ઘોષણા કરવામાં આવી નથી.

ગુજરાતમાં 23 નવેમ્બરથી સ્કૂલો-કૉલેજો નહિ ખુલે, આદેશ રદગુજરાતમાં 23 નવેમ્બરથી સ્કૂલો-કૉલેજો નહિ ખુલે, આદેશ રદ

English summary
Corona Effect: All schools remain close till 31 December in Mumbai.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X