ઓરિસ્સામાં કોરોનાનો કહેર, સ્કૂલના 64 છાત્રો મળ્યા કોરોના પૉઝિટીવ
નવી દિલ્લીઃ દિલ્લી પછી ઓરિસ્સામાં બાળકો પર કોરોનાનો કહેર ચાલુ થઈ ગયો છે. ઓરિસ્સાના રાયગડા જિલ્લાની સ્કૂલના 64 બાળકો કોરોના પૉઝિટીવ આવ્યા છે. રાયગડા જિલ્લામાં બે હોસ્ટેલમાં રહેતા 64 સ્કૂલી વિદ્યાર્થીઓનો રવિવારે કોવિડ-19 ટેસ્ટ રિપોર્ટ પૉઝિટિવ આવ્યો છે. રેન્ડમ ટેસ્ટિંગ બાદ છાત્રો પૉઝિટીવ આવ્યા છે પરંતુ તેમાં કોવિડ-19ના કોઈ લક્ષણ નથી અને તેમને આઈસોલેટ કરી દેવામાં આવ્યા છે.
રાયગડાના જિલ્લાધિકારી સરોજ કુમાર મિશ્રા મુજબ સાવચેતી રાખી રહ્યા છે અને સ્થિતિ નિયંત્રણમાં છે. સરોજ કુમાર મિશ્રાએ કહ્યુ કે એવામાં કોરોનાનો પ્રકોપ નથી. પરંતુ રેન્ડમ ટેસ્ટ દરમિયાન અમે બે આવાસીય હોસ્ટેલમાં અમુક નેગેટીવ કેસ જોવા મળ્યા અને 64 છાત્રો પૉઝિટીવ મળ્યા. છાત્રોમાં કોઈ લક્ષણ નથી અને તેમને અલગ કરી દેવામાં આવ્યા છે. આ સાથે જ રિચેકિંગ માટે મુખ્યાલયમાં અમે તેમના સેમ્પલ મોકલી રહ્યા છે. હોસ્ટેલોમાં મેડિકલની ટીમો તૈનાત કરવામાં આવી છે.
તમને જણાવી દઈએ કે રાયગડા જિલ્લા મુખ્યાલય અન્વેષા હોસ્ટેલના કુલ 64 વિદ્યાર્થીઓ પૉઝિટીવ આવ્યા છે. આ હોસ્ટેલમાં રાયગડાના નવ અલગ-અલગ અંગ્રેજી માધ્યમની સ્કૂલોમાં ભણતા છાત્રો રહે છે. વળી, હાટામુનિગુડા હૉસ્ટેલના 22 અન્ય છાત્રોને રાયગડા જિલ્લાના બિસ્મમ કટક બ્લૉકમાં કોરોના વાયરસથી પૉઝિટીવ જોવામાં આવ્યા. સ્થિતિની સમીક્ષા કરવા પહોંચેલા રાજ્યના જન આરોગ્ય વિભાગના ભુવનેશ્વર સ્થિત ડૉક્ટર સત્યનારાયણ પાણિગ્રહીએ કહ્યુ, 'બાળકો સંપૂર્ણપણે સ્વસ્થ છે.'