• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

RT-PCR નેગેટિવ હોવા છતાં હોય શકે કોરોના, CT Scan કરવો જરૂરી

|

નવી દિલ્લીઃ કોરોના વાયરસની બીજી લહેરે દેશના ઘણા રાજ્યોમાં કોહરામ મચાવ્યો છે. ગયા વર્ષની સરખામણીમાં આ વખતે કોરોના વાયરસનુ સંક્રમણ ઘણી ઝડપથી ફેલાઈ રહ્યુ છે અને લોકોને પોતાના શિકાર બનાવી રહ્યુ છે. ઘણા રાજ્યોમાં સ્થિતિ એટલી ભયાનક છે કે હોસ્પિટલોમાં દર્દીઓને ઈલાજ માટે બેડ પણ મળતા નથી. આ દરમિયાન કોરોના વાયરસના આ નવા વેરીઅંટ વિશે એક વધુ ડરાવનારા સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં ડૉક્ટરોના એક રિપોર્ટમાં જાણવા મળ્યુ છે કે અમુક મામલે કોરોના વાયરસનો નવો વેરીઅંટ આરટી-પીસીઆર ટેસ્ટને પણ મ્હાત આપી રહ્યો છે.

કોરોનાના નવા વેરીઅંટે વધારી ચિંતા

કોરોનાના નવા વેરીઅંટે વધારી ચિંતા

ટાઈમ્સ ઑફ ઈન્ડિયાના સમાચાર મુજબ દિલ્લીની હોસ્પિટલોના ડૉક્ટરોનુ કહેવુ છે કે તેમની સામે એવા ઘણા કેસ સામે આવ્યા છે જ્યાં દર્દીની અંદર કોરોના વાયરસ સંક્રમણના બધા લક્ષણ દેખાઈ રહ્યા છે પરંતુ દર્દીનો આરટી-પીસીઆર ટેસ્ટ કરાવવા પર રિપોર્ટ નેગેટીવ આવી રહ્યો છે. ડૉક્ટરોના જણાવ્યા મુજબ કોરોના વાયરસનુ આ રૂપ તેમના માટે એક મોટી ચિંતા બની રહી છે.

દર્દીમાં દેખાઈ રહ્યા છે આ પ્રકારના લક્ષણ

દર્દીમાં દેખાઈ રહ્યા છે આ પ્રકારના લક્ષણ

આકાશ હેલ્થકેરના મેનેજિંગ ડિરેક્ટર ડૉ. આશીષ ચૌધરીએ આ વિશે વધુ માહિતી આપીને જણાવ્યુ કે, 'છેલ્લા અમુક દિવસોમાં અમારી સામે આ પ્રકારના ઘણા દર્દી આવ્યા છે. આ દર્દીઓમાં ખાંસી, તાવ અને શ્વાસ લેવાાં મુશ્કેલી જેવા લક્ષણ તો હતા જ, સાથે ફેફસાનુ સીટી સ્કેન કરવા પર હળવા કલર કે ગ્રે કલરનો એક પેચ પણ દેખાયો. મેડિકલ ટર્મમાં આને પેચી ગ્રાઉન્ડ ગ્લાસ ઑપેસિટી કહેવાય છે. આ બધા લક્ષણ કોરોના વાયરસથી સંક્રમિત દર્દીના છે.'

આરટી-પીસીઆર રિપોર્ટ નેગેટીવ, બીએએલ ટેસ્ટ પૉઝિટીવ

આરટી-પીસીઆર રિપોર્ટ નેગેટીવ, બીએએલ ટેસ્ટ પૉઝિટીવ

ડૉ. આશીષ ચૌધરીએ આગળ જણાવ્યુ, 'આવી સ્થિતિમાં અમુક દર્દીઓને બીએએલ પ્રક્રિયા દ્વારા ડાયાગ્નોઝ કરવામાં આવે છે. આ પ્રક્રિયામાં મોઢા કે નાક દ્વારા ફેફસા સુધી નક્કી માત્રામાં એક લિક્વિડ પહોંચાડવામાં આવે છે અને તે બાદ સેમ્પલ લઈને તપાસ કરવામાં આવે છે. આપણી સામે એવા ઘણા દર્દી આવ્યા જેમની અંદર કોરોના વાયરસના બધા લક્ષણ હાજર હોવા છતાં તેમનો આરટી-પીસીઆર રિપોર્ટ તો નેગેટીવ આવ્યો પરંતુ જ્યારે તેમનો બીએએલ ટેસ્ટ કરવામાં આવ્યો તો કોરોના વાયરસની પુષ્ટિ થઈ.'

DCGIએ રશિયાની સ્પૂતનિક વી વેક્સીનના ઉપયોગને આપી મંજૂરીDCGIએ રશિયાની સ્પૂતનિક વી વેક્સીનના ઉપયોગને આપી મંજૂરી

ગુજરાતમાં આવી રહ્યા છે આવા ઘણા કેસ

ગુજરાતમાં આવી રહ્યા છે આવા ઘણા કેસ

ગુજરાતમાં હાલમાં એવા ઘણા કેસો આવી રહ્યા છે જેમાં દર્દીનો RT-PCR ટેસ્ટ નેગેટીવ હોય પરંતુ તેના હાઈ-રિઝોલ્યુશન CT(HRCT)માં ફેફસામાં ઈન્ફેક્શન જોવા મળે. આ સમસ્યા એટલી વધી ગઈ છે કે વડોદરા મ્યુનિસિપલ કૉર્પોરેશન(VMC)એ મહામારી એક્ટ હેઠળ એક નોટિફિકેશન જાહેર કરીને કહ્યુ કે કોવિડ-19 દર્દીઓમાં જરૂરી નથી કે RT-PCR ટેસ્ટ પૉઝિટીવ આવે તેમછતાં વીમા કંપનીઓ અને થર્ડ પાર્ટી એડમિનિસ્ટ્રેટર્સ(TPAs)એ તેને કોવિડ જ ગણવા જોઈએ. RT-PCR નેગેટીવ હોય પરંતુ HRCTમાં વાયરલ ઈન્ફેક્શન મળે તો આ દાવાને કોવિડ તરીકે જ માન્ય રાખવો. વડોદરાની ખાનગી હોસ્પિટલ એસોસિએશન, સેતુના પ્રમુખ ડૉ. કૃતેશ શાહે કહ્યુ કે મે એવા ઘણા દર્દીઓ જોયા જેમનો RT-PCR ટેસ્ટ નેગેટીવ હોય પરંતુ તેમના રેડિયોલોજિસ્ટ ટેસ્ટમાં હોસ્પિટલાઈઝેશન જરૂરી હોય. એક દર્દીના સીટી સ્કેનમાં સ્કોર 25માંથી 10 હતો. આનો અર્થ એ થયો કે તેના ફેફસા સંક્રમિત થઈ ચૂક્યા છે. સંક્રમણ વિશેષજ્ઞ ડૉ. હિરેન કારેલિયા કહે છે કે પહેલા ટેસ્ટ કરાવ્યાના થોડા દિવસ બાદ સીટી સ્કેન કરાવવામાં આવતુ પરંતુ હવે અમે કોવિડના શંકાસ્પદ દર્દીઓના RT-PCR ટેસ્ટ અને HRCT ચેસ્ટ વહેલુ કરાવવાનુ શરૂ કરી દીધુ છે. અમે એવા ઘણા કેસ જોયા છે જ્યાં દર્દીને કોઈ લક્ષણ ન હોય અને સામાન્ય તાવ હોય પરંતુ ફેફસામાં બહુ ઝડપથી સંક્રમણ ફેલાઈ રહ્યુ હોય છે.

English summary
Corona inside the patient but RT-PCR test report negative, read this ેshocking fact on new variants
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X