• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

કોરોના: તમિલનાડુમાં 10 મેંથી લોકડાઉન, જાણો શું રહેશે ખુલ્લુ અને શું બંધ?

|
Google Oneindia Gujarati News

દેશમાં કોરોના વાયરસની બીજી લહેર કહેર ફેલાયો છે અને દરરોજ 4 લાખથી વધુ દર્દીઓ મળી રહ્યા છે. તે જ સમયે, નિષ્ણાતો કહે છે કે મેના મધ્ય સુધી કોરોના વાયરસ તેની ટોચ પર રહેશે અને તે પછી કેસ ઘટવાનું શરૂ થશે. દરમિયાન, ઘણા રાજ્યોએ કોરોના વાયરસના ચેપને રોકવા માટે લોકડાઉનની જાહેરાત કરી છે. શનિવારે તમિલનાડુના નવા ચૂંટાયેલા મુખ્ય પ્રધાન એમ.કે. સ્ટાલિને પણ રાજ્યમાં 2 અઠવાડિયાના લોકડાઉન લાદવાનો નિર્ણય કર્યો હતો. તમિલનાડુમાં તા 10 મેથી આવતા બે અઠવાડિયા સુધી એટલે કે 24 મે સુધી લોકડાઉન રહેશે.

આપને જણાવી દઈએ કે તમિલનાડુ એક એવા રાજ્યોમાં છે જ્યાં કોરોના વાયરસનો ચેપ ઝડપથી ફેલાઈ રહ્યો છે અને ત્યાં 1 લાખથી વધુ સક્રિય કેસ છે. શુક્રવારે તમિલનાડુમાં કોરોના વાયરસના 26465 નવા કેસ નોંધાયા છે. આ સિવાય કોરોના વાયરસના કારણે 197 લોકોનાં મોત નીપજ્યાં હતાં. નવા દર્દીઓ મળ્યા પછી, તમિલનાડુમાં કોરોન વાયરસના કુલ કેસો વધીને 13,23,965 થઈ ગયા છે. તમિલનાડુ સરકારે રાજ્યના લોકોને લોકડાઉનના નિયમોનું પાલન કરવાની અપીલ કરી છે.
લોકડાઉન દરમિયાન તમિલનાડુમાં શું ખુલ્લુ - શું બંધ રહેશે?

  • તમિલનાડુમાં લોકડાઉન દરમિયાન માત્ર મીટની દુકાનો, કરિયાણાની દુકાન અને દૂધ સેન્ટર સવારે 6 વાગ્યાથી બપોર સુધી ખોલવા દેવામાં આવશે.
  • લોકડાઉન દરમિયાન સરકારી કચેરીઓ બંધ રહેશે.
  • દરિયાકિનારા સંપૂર્ણપણે બંધ થઈ જશે અને કોઈને ત્યાં ફરવા દેવામાં આવશે નહીં.
  • લોકડાઉન દરમિયાન દારૂની દુકાનો બંધ રાખવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો છે.
  • તામિલનાડુમાં બસ, ઓટો અને ટેક્સી સેવાઓ પણ 10 મેથી 24 મે દરમિયાન બંધ રહેશે.

આ પણ વાંચો: અમદાવાદની ધન્વંતરિ કોવિડ કેર હોસ્પિટલમાં ભારતીય નેવીએ તૈનાત કરી મેડિકલ ટીમ

English summary
Corona: Lockdown from 10 in Tamil Nadu, find out what will be open and what will be closed?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X