દેશમાં નથી અટકી રહી કોરોનાની ગતિ, છેલ્લા 24 કલાકમાં 3207 નવા કેસ, 29ના મોત
નવી દિલ્લીઃ દેશમાં કોરોના એક વાર ફરીથી લોકો માટે મુશ્કેલી ઉભી કરી રહ્યો છે. છેલ્લા અમુક દિવસોથી રોજ 3000થી વધુ કોરોનાના કેસ સામે આવી રહ્યા છે. આરોગ્ય મંત્રાલય તરફથી જાહેર કરાયેલ આંકડાઓ મુજબ છેલ્લા 24 કલાકમાં કોરોનાના 3207 નવા કેસ સામે આવ્યા છે જ્યારે 3410 લોકો કોરોનાથી રીકવર થઈ ગયા છે. વળી, 29 લોકોના છેલ્લા 24 કલાકમાં મોત થઈ ગયા છે. દેશમાં હજુ પણ કોરોનાના 20403 સક્રિય કેસ છે. દેશમાં કોરોના રસીકરણ અભિયાનની વાત કરીએ તો અત્યાર સુધી કુલ 1903490396 કોરોના વેક્સીનનો ડોઝ લોકોને લગાવવામાં આવી ચૂક્યો છે. દેશમાં કોરોનાથી અત્યાર સુધી 524093 લોકોના મોત થઈ ગયા છે.
અમદાવાદ સ્થિત નેશનલ ઈન્સ્ટીટ્યુટ ઑફ ડિઝાઈનના 24 વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત જોવા મળ્યા છે. છેલ્લા ત્રણ દિવસમાં 24 છાત્રો કોરોના સંક્રમિત જોવા મળ્યા છે જ્યારે 16 છાત્ર રવિવારે સંક્રમિત થયા છે. અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશનના અધિક મેડિકલ ઑફિસર હેલ્થ ભાવિન જોશીએ જણાવ્યુ કે સાવચેતી રુપે સાર્વજનિક સ્થળોએ ભીડ, શૈક્ષણિક ગતિવિધિઓને સંસ્થામાં રોકી દેવામાં આવી છે. ટેસ્ટિંગની પ્રક્રિયા સંસ્થા કરાવી રહી છે અને આ એક દિવસમાં પૂરી થઈ જશે.
પંજાબમાં 23 કોરોનાના નવા કેસ સામે આવ્યા છે. આ સાથે જ રાજ્યમાં અત્યાર સુધી કોરોનાના કુલ 759905 કેસ સામે આવી ચૂક્યા છે. જો કે, સારી વાત એ છે કે છેલ્લા 24 કલાકમાં કોરોનાથી રાજ્યમાં કોઈનુ મૃત્યુ થયુ નથી. રાજ્યમાં અત્યાર સુધી કોરોનાથી કુલ 17751 લોકોના મોત થયા છે. રાજ્યમાં સક્રિય કેસની વાત કરીએ તો આ સંખ્યા 284 છ. 23 દર્દી કોરોનાથી રિકવર થઈ ચૂક્યા છે. વળી, તમિલનાડુમાં છેલ્લા 24 કલાકમાં કોરોના દર્દી ડિસ્ચાર્જ થયા છે. આ સાથે જ રાજ્યમાં કોરોનાના સક્રિય કેસ 478 બચ્યા છે.