કોરોના: મહારાષ્ટ્રમાં ખુલશે પર્યટન સ્થળ, વોટર સ્પોર્ટસને પણ મળી મંજુરી
ઉદ્ધવ ઠાકરેની આગેવાનીવાળી મહારાષ્ટ્રની મહાવીકાસ આગાદી સરકારે બુધવારે કોરોના માર્ગદર્શિકાઓમાં રાહત આપીને ઘણી સહેલીયતો આપી છે. મહારાષ્ટ્ર સરકારે વોટર સ્પોર્ટસ, બોટિંગ, મનોરંજન પાર્ક ખોલવાની મંજૂરી આપી છે. ઇન્ડોર પ્રવૃત્તિને પણ છુટ આપવામાં આવી છે. તેમજ સરકારે પર્યટન સ્થળો ફરી ખોલવાની મંજૂરી આપી દીધી છે. જો કે, આ તમામ સુવિધાઓ કન્ટેનમેન્ટ ઝોનની બહાર ઉપલબ્ધ રહેશે. કન્ટેનમેન્ટ ઝોનમાં કોઈ છૂટ આપવામાં આવી નથી.
કોરોના રોગચાળાને કારણે રાજ્યમાં હજી પણ ઘણા નિયંત્રણો અમલમાં છે, જેને સરકાર ધીરે ધીરે દૂર કરી રહી છે. જો કે, હોટલ, રેસ્ટોરન્ટ્સ, પર્યટન સ્થળો અથવા તે બધી જગ્યાઓ જ્યાં ભીડ એકઠી થાય છે, સરકારે તે જગ્યાઓ ખોલવા માટે વિશેષ માર્ગદર્શિકા જારી કરી છે. ઉલ્લેખનિય છેકે મહારાષ્ટ્ર દેશનું સૌથી અસરગ્રસ્ત રાજ્ય છે. જ્યાં અત્યાર સુધીમાં 19 લાખથી વધુ કેસ મળી આવ્યા છે. આવી સ્થિતિમાં મહારાષ્ટ્ર સરકારે તેની વિશેષ કાળજી લેવી પડશે.
દેશમાં કોરોના વાયરસના નવા કેસો વિશે વાત કરવામાં આવે તો છેલ્લા કેટલાક દિવસોથી નવા કેસ સતત ઘટી રહ્યા છે. આ સાથે, સક્રિય મામલાઓમાં પણ સતત ઘટાડો થઈ રહ્યો છે. કેન્દ્રીય આરોગ્ય અને કુટુંબ કલ્યાણ મંત્રાલયે બુધવારે કોરોના વાયરસથી સંબંધિત ડેટા જાહેર કર્યો હતો જેમાં જણાવ્યું છે કે દેશમાં છેલ્લા 24 કલાક દરમિયાન ચેપના 23950 નવા કેસ નોંધાયા છે, જ્યારે 333 લોકોનાં મોત નીપજ્યાં છે. આ નવા દર્દીઓ પછી, કોરોના વાયરસના કુલ કેસો વધીને 1,00,99,066 પર પહોંચી ગયા છે. જો કે, જેમ જેમ કોરોના ચેપ વધતો જાય છે, તેમ તેમ દર્દીઓની ઠીક થવાની સંખ્યા પણ ઝડપથી વધી રહી છે. મંત્રાલયના જણાવ્યા અનુસાર, કોરોના વાયરસના 96,63,382 દર્દીઓ દેશના જુદા જુદા રાજ્યોમાં અત્યાર સુધી ઠીક થયા છે, ત્યારબાદ ત્યાં 2,89,240 સક્રિય કેસ છે. દેશમાં દર્દીઓનો રિકવરી દર પણ 95 ટકાથી વધી ગયો છે.
આરોગ્ય મંત્રાલયે કહ્યું કે છેલ્લા 7 અઠવાડિયામાં કોરોના વાયરસના દૈનિક કેસોમાં ઘટાડો થયો છે, જે રાહતના સમાચાર છે. લગભગ સાડા પાંચ મહિના પછી, કોરોના વાયરસના સક્રિય કેસોમાં પણ 3 લાખનો ઘટાડો થયો છે. હાલમાં, જે રાજ્યોમાં કોરોના વાયરસના વધુ કેસો જોવા મળી રહ્યા છે તેમાં મધ્ય પ્રદેશ, તમિળનાડુ, છત્તીસગઢ, પશ્ચિમ બંગાળ, મહારાષ્ટ્ર અને કેરળનો સમાવેશ થાય છે. તે જ સમયે, દેશમાં કોરોના વાયરસનું પરીક્ષણ મોટા પ્રમાણમાં ચાલી રહ્યું છે.
Farmers Protest: ખેડૂતો માટે જીવનની અંતિમ ભૂખ હડતાળ કરીશ, ભાજપે સમય માંગ્યો