કોરોનાની ગતિ ધીમી પડી, 24 કલાકમાં સામે આવ્યા 35342 નવા કેસ, 483ના મોત
દેશમાં કોરોનાના કેસોમાં આજે કંઈક ઘટાડો જોવા મળ્યો છે. જાણો લેટેસ્ટ આંકડા.
નવી દિલ્લીઃ દેશમાં કોરોનાના કેસોમાં આજે કંઈક ઘટાડો જોવા મળ્યો છે. આરોગ્ય મંત્રાલય તરફથી જાહેર કરવામાં આવેલ લેટેસ્ટ આંકડાઓ મુજબ છેલ્લા 24 કલાકમાં કોરોનાના 35,342 નવા કેસ સામે આવ્યા છે જ્યારે 38740 લોકો કોરોનાથી રિકવર થઈ ગયા છે. વળી, કોરોનાથી મરનારની વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં 483 લોકોના મોત થઈ ગયા છે. આ સાથે જ દેશમાં અત્યાર સુધી કોરોના સંક્રમણના કુલ 3,12,93,062 કેસ સામે આવી ચૂક્યા છે જ્યારે 3,04,68,079 લોકો રિકવર થઈ ચૂક્યા છે. વળી, દેશમાં અત્યાર સુધી 4,19,470 લોકોના મોત થઈ ચૂક્યા છે. હાલમાં હજુ પણ ભારતમાં કોરોનાના 4,05,513 સક્રિય કેસ છે.

કોરોના રસીકરણની વાત કરીએ તો અત્યાર સુધી 42,34,17,030 કોરોનાનો ડોઝ આપવામાં આવી ચૂક્યો છે.છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના 54 લાખથી વધુ ડોઝ આપવામાં આવ્યો છે. દેશમાં અત્યાર સુધી રાજ્યોને કુલ 43.87 વેક્સીન પૂરી પાડવામાં આવી છે જેમાંથી 2.75 કરોડ વેક્સીનનો ડોઝ હજુ પણ ઉપલબ્ધ છે. વળી, કોરોના ટેસ્ટીંગની વાત કરીએ તો અત્યાર સુધી કુલ 45,29,39,545 લોકોનો કોરોના ટેસ્ટ કરવામાં આવી ચૂક્યો છે. વળી, 22 જુલાઈએ 16,68,561 લોકોનો કોરોના ટેસ્ટ થયો છે. દેશમાં સંક્રમણના દરની વાત કરીએ તો તે સતત 32માં દિવસે પાંચ ટકાથી ઓછો રહ્યો છે, તે 2.12 ટકા છે.
વળી, દેશમાં કોરોનાની ત્રીજી લહેરનુ જોખમ હજુ પણ યથાવત છે. એઈમ્સ દિલ્લીના ડાયરેક્ટરે સંભાવના વ્યક્ત કરી છે કે કોરોનાની ત્રીજી લહેર સપ્ટેમ્બર મહિનામાં આવી શકે છે. તેમણે કહ્યુ કે કોરોના કેસોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે પરંતુ જે રીતે પર્યટન સ્થળોએ લોકોની ભીડ જમા થઈ રહી છે તે સંક્રમણના જોખમને વધારી રહી છે.












Click it and Unblock the Notifications
