For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

એક દિવસમાં 85 લાખ રસીકરણના રેકૉર્ડ બાદ બીજા દિવસે ફસકી ગયુ ભારત

21 જૂને રેકૉર્ડ 85 લાખ લોકોને કોરોનાની રસી લગાવવામાં આવી પરંતુ 22 જૂને આ આંકડામાં મોટો ઘટાડો જોવા મળ્યો છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ દેશમાં કોરોનાની નવી નીતિ હેઠળ 21 જૂને રેકૉર્ડ 85 લાખ લોકોને કોરોનાની રસી લગાવવામાં આવી પરંતુ 22 જૂને આ આંકડામાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. 22 જૂન રાતે 11 વાગ્યા સુધી 54 લાખ લોકોને જ વેક્સીન લગાવાઈ. જો કે રસીકરણના બીજા દિવસે રસી લગાવવાની ગતિમાં ઘટાડો કરવામાં આવ્યો છે પરંતુ આ પહેલા જે ગતિએ વેક્સીન લગાવવામાં આવી રહી હતી તેની સરખામણીમાં રસીકરણની ગતિ ઘણી વધી છે. સોમવારની વાત કરીએ તો દેશમાં 85 લાખ લોકોને કોરોનાની રસી લગાવાઈ હતી. ચીન પછી ભારત જ એકમાત્ર દેશ છે જ્યાં આટલી મોટી સંખ્યામાં એક જ દિવસમાં કોરોનાની વેક્સીન લગાવવામાં આવી છે.

vaccine

મધ્ય પ્રદેશમાં સોમવારે રેકૉર્ડ 17 લાખ લોકોને કોરોનાની રસી લગાવવામાં આવી હતી પરંતુ મંગળવારે અહીં 68,370 લોકોને રસી લગાવવામાં આવી. એટલે કે બે દિવસની અંદર રસીકરણ અભિયાનમાં 96 ટકાનો ઘટાડો નોંધવામાં આવ્યો છે. રસીકરણ અભિયાનમાં 96 ટકાનો ઘટાડો નોંધવામાં આવ્યો છે. વળી, હરિયાણાની વાત કરીએ તો અહીં પણ 75 ટકા ઘટાડો નોંધવામાં આવ્યો છે. સોમવારે અહીં 511,882 લોકોને રસી મૂકવામાં આવી હતી પરંતુ મંગળવારે રાતે 10 વાગ્યા સુધી 128,979 લોકોને જ રસી મૂકવામાં આવી. એવામાં મોટો સવાલ અહીં એ થઈ રહ્યો છે કે શું ભારત રસીકરણ અભિયાનનો વેગ જાળવી શકશે.

કેન્દ્ર સરકારનુ લક્ષ્ય છે કે 21 જૂનથી 30 જૂન વચ્ચે 8 કરોડ લોકોને વેક્સીન લગાવી દેવામાં આવે. આ બાબતે સરકારે 248 મિલિયન કોરોના વેક્સીનનુ લક્ષ્ય રાખ્યુ છે. રવિવારે મેગા અભિયાન શરૂ થતા પહેલા મધ્ય પ્રદેશમાં માત્ર 4098 લોકોને રસી લગાવવામાં આવી હતી જ્યારે શનિવારે આ આંકડો 24700 હતો. શુક્રવારે આ આંકડો 11742 હતો. ગયા એક સપ્તાહની વાત કરીએ તો દેશમાં રસીકરણની ગતિમાં ઘટાડો જોવા મળ્યો હતો.

English summary
Corona vaccination numbers decrease on second day after creating record.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X