કોરોના વાયરસ પર એક મોટો વાર, રસીકરણનો બીજો તબક્કો આજથી શરૂ
નવી દિલ્લીઃ વર્ષ 2020 કોરોના મહામારીના કારણે બધા માટે મુશ્કેલીઓથી ભરેલુ રહ્યુ. ત્યારબાદ નવુ વર્ષ નવી આશાઓ લઈને આવ્યુ જ્યાં કોરોના વાયરસ સામે ભારતમાં બે વેક્સીનને મંજૂરી મળી. આ મંજૂરી બાદ 16 જાન્યુઆરીથી ભારત સરકારે બધા રાજયોમાં યુદ્ધના ધોરણે રસીકરણ અભિયાન શરૂ કરી દીધુ. પહેલા તબક્કામાં આરોગ્યકર્મીઓ અને ફ્રંટલાઈન વર્કર્સને પ્રાથમિકતા આપવામાં આવી જ્યારે એક માર્ચથી રસીકરણ અભિયાનનો બીજો તબકકો શરૂ થવા જઈ રહ્યો છે. જે હેઠળ સામાન્ય જનતાને હવે કોરોના વાયરસની વેક્સીન આપવામાં આવશે.

COWIN 2.0 પોર્ટલ પણ લૉન્ચ કર્યુ
ભારત સરકારે રવિવારે જણાવ્યુ કે 1 માર્ચે સવારે 9 વાગ્યાથી કોરોના રસીકરણ અભિયાનનો આગલો તબક્કો શરૂ થશે. જેમાં 60 વર્ષથી વધુ ઉંમરના લોકોને વેક્સીન મૂકવામાં આવશે. આ ઉપરાંત 45 વર્ષથી વધુ ઉંમરના એ લોકોને પણ વેક્સીન મળશે જે કોઈ ગંભીર બિમારીથી ગ્રસિત છે. આના માટે 20 બિમારીઓનુ લિસ્ટ સરકારે પહેલા જ જાહેર કર્યુ હતુ. ભારત સરકારના જણાવ્યા મુજબ લોકોને વેક્સીન માટે રજિસ્ટ્રેશન કરવાનુ રહેશે. તે ક્યાંયથી પણ અને કોઈ પણ સમયે અપોઈન્ટમેન્ટ લઈ શકે છે. આના માટે સરકારે COWIN 2.0 પોર્ટલ પણ લૉન્ચ કરી દીધુ છે.

આ રીતે કરો રજિસ્ટ્રેશન
તમે તમારા સ્માર્ટફોન દ્વારા વેબસાઈટ Cowin.Gov.in પર લૉગ ઈન કરી શકે છે અથવા આના માટે આરોગ્ય સેતુ એપનો ઉપયોગ કરી શકે છે. પછી તમારે તમારા મોબાઈલ નંબર સાથે રજિસ્ટર કરાવવાનુ રહેશે અને તમને એક OTP મળશે. ત્યારબાદ તમારુ અકાઉન્ટ બની જશે જેમાં તમારુ નામ, ઉંમર, લિંગ, ઓળખ પત્ર વગેરે નાખવાનુ રહેશે. આ અકાઉન્ટમાં તમે પરિવારના ચાર સભ્યોને પણ જોડી શકો છો. 45થી 60 વર્ષની ઉંમરના લોકો માટે કો-વિન કૉમરેડિટીઝ સ્પષ્ટીકરણ માંગશે. આમાં તમારે હા કહેવાનુ રહેશે અને તેના માટે એક પ્રમાણપત્ર (ડૉક્ટર દ્વારા હસ્તાક્ષરિત) આપવાનુ રહેશે.

વેક્સીન માટે ચૂકવણી
જે લોકો કોરોના વેક્સીન સરકારી હોસ્પિટલમાં મૂકાવશે તેમને વેક્સીન મફતમાં આપવામાં આવશે અને જે લોકો વેક્સીન પ્રાઈવેટ હોસ્પિટલમાં લેશે તેમણે વેક્સીન માટે ચૂકવણી કરવાની રહેશે. કેન્દ્ર સરકારે આના માટે તૈયારીઓ પૂરી કરી લીધી છે. કો-વિન2.0 પોર્ટલ પર વેક્સીનેશન માટે રજિસ્ટ્રેશન સોમવારે એટલે કે આજથી સવારે 9 વાગ્યાથી શરૂ થઈ જશે.
પીએમ મોદીએ દિલ્લી AIIMSમાં મૂકાવી કોરોના વાયરસની વેક્સીન