For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આગલા 6 મહિનામાં તૂટી શકે છે કોરોના સંક્રમણની ચેઈન, AIIMSના ડાયરેક્ટરે આપ્યા રાહતના સમાચાર

કોરોના વાયરસ સામે ચાલી રહેલા વ્યાપક રસીકરણ અભિયાનની તૈયારીઓ દરમિયાન એઈમ્સના ડાયરેક્ટર ડૉ.રણદીપ ગુલેરિયાએ એક રાહતના સમાચાર આપ્યા છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ coronavirus update: કોરોના વાયરસ સામે ચાલી રહેલા વ્યાપક રસીકરણ અભિયાન (Coronavirus Vaccine)ની તૈયારીઓ દરમિયાન એઈમ્સના ડાયરેક્ટર ડૉ.રણદીપ ગુલેરિયા (Randeep Guleria)એ એક રાહતના સમાચાર આપ્યા છે. રણદીપ ગુલેરિયાએ આશા વ્યક્ત કરી છે કે આગામી 6 મહિનામાં દેશમાં કોરોના વાયરસના સંક્રમણ(Coronavirus Transmission)ની ચેઈન તૂટી જશે. તમને જણાવી દઇએ કે આ સમયે સરકાર ખૂબ મોટા પાયે કોરોના વાયરસના રસીકરણની વ્યવસ્થા કરવામાં લાગી છે. કેન્દ્રીય આરોગ્ય તેમજ પરિવાર કલ્યાણ મંત્રાલયના જણાવ્યા મુજબ રસીકરણ માટે જરૂરી તમામ સાધનો પણ રાજ્ય સરકારોને મોકલી દેવામાં આવ્યા છે.

randeep guleria

એનડીટીવીના સમાચાર મુજબ ડૉ. રણદીપ ગુલેરિયાએ બુધવારે જણાવ્યુ કે, 'મને આશા છે કે આવતા છ મહિનામાં અમારી પાસે બે વસ્તુઓ હશે. પહેલી - અમારી પાસે એવા લોકોની પૂરતી સંખ્યા હશે જેઓ કોરોના વાયરસથી સંક્રમિત થયા પછી રિકવર થઈ ચૂક્યા હશે અને જેમની અંદર એક ખાસ પ્રકારની ઈમ્યુનિટી પેદા થઈ ગઈ હશે. બીજી - અમારી પાસે એવા લોકોની પણ મોટી સંખ્યા હશે જેમને કોરોના વાયરસની રસી આપવામાં આવી ચૂકી હશે. આ બંને મળીને આગામી 6 મહિનામાં કોરોના વાયરસના સંક્રમણની ચેઈન તોડી શકીએ છીએ.'

'મૃત્યુદર ઘટાડવાનો હેતુ'

ડૉ. રણદીપ ગુલેરિયાએ આગળ જણાવ્યુ, 'અમારો બીજો એક હેતુ કોરોના વાયરસના મૃત્યુદરને ઘટાડવાનો છે અને જ્યારે એવા લોકોને વેક્સીન આપવામાં આવશે જેમને સંક્રમણનુ જોખમ છે તો આ હેતુ આપોઆપ સિદ્ધ થઈ જશે. રસીકરણ અભિયાનના પહેલા તબક્કામાં ફ્રંટલાઈન વર્કર્સ, આરોગ્યકર્મીઓ, 50 વર્ષથી વધુ ઉંમરના લોકો સહિત તેમને વેક્સીન આપવામાં આવશે જેઓ ગંભીર બિમારીથી પીડિત છે. આ આખી પ્રક્રિયામાં 4થી 6 મહિનાનો સમય લાગશે. અમારી પાસે એવા લોકોની સંખ્યા લગભગ 30 કરોડ છે જેમાં અમને વેક્સીનનો 60 કરોડનો ડૉઝ આપવો પડશે આના માટે ઘણી મોટી સંખ્યામાં સીરિંજ અને સોયની પણ જરૂર પડશે અને અમારે આ બધુ 6 મહિનાની અંદર પૂરુ કરવાનુ રહેશે.'

IND vs AUS 1st Test: ભારતે ટૉસ જીતીને બેટિંગનો નિર્ણય લીધોIND vs AUS 1st Test: ભારતે ટૉસ જીતીને બેટિંગનો નિર્ણય લીધો

English summary
Corona Vaccine: AIIMS director gives relief news, Corona transmission chain may break in next 6 months.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X