કોરોના વેક્સીનની તૈયારીઓમાં વેગ, મંગળવારે મુખ્યમંત્રીઓ સાથે બેઠક કરશે પીએમ મોદી
નવી દિલ્લીઃ દિલ્લી સહિત દેશના ઘણા રાજ્યોમાં કોરોના વાયરસનુ સંક્રમણ એકવાર ફરીથી જોર પકડી રહ્યુ છે. સંક્રમણના જોખમને જોતા જ્યાં દિલ્લીમાં કોરોના વાયરસ ટેસ્ટિંગની સંખ્યા વધારી દેવામાં આવી છે ત્યાં અમુક રાજ્યોમાં રાત્ર કર્ફ્યુ જાહેર કરવામાં આવ્યો છે. આ દરમિયાન કોરોના વાયરસ સામે લડવા માટે તૈયાર થઈ રહેલી વેક્સીન માટે પણ સરકારે તૈયારીઓ શરૂ કરી દીધી છે. સમાચાર છે કે વેક્સીન માટે વિતરણની રણનીતિ સહિત અન્ય જરૂરી વાતો માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બહુ જલ્દી રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના મુખ્યમંત્રીઓ સાથે વીડિયો કૉન્ફરન્સિંગ દ્વારા બેઠક કરશે.
સૂત્રો મુજબ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મંગળવારે બેક-ટુ-બેક બે તબક્કામાં રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે બેઠક કરશે. આમાં પહેલી બેઠક એ આઠ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે થશે જ્યાં કોરોના વાયરસના કેસ સૌથી વધુ છે. ત્યારબાદ અન્ય રાજ્યો અને કેન્દ્રશાસિત રાજ્યોના સીએમ સાથે કોરોના વાયરસના વિતરણની રણનીતિ માટે પીએમ મોદી બેઠક કરશે.
તમને જણાવી દઈએ કે હાલના દિવસોમાં દિલ્લી અને મહારાષ્ટ્ર સહિત અમુક રાજ્યોમાં કોરોના વાયરસની વધુ એક લહેર જોવા મળી છે. જો કે દેશમાં દૈનિક કેસ હજુ પણ 50 હજારની સંખ્યાથી નીચે છે પરંતુ અમુક શહેરી વિસ્તારોમાં દર્દીઓની સંખ્યા ઝડપથી વધી છે જેના કારણે અહીં રાત્રિ કર્ફ્યુ અને લગ્નમાં મહેમાનોની સંખ્યા સીમિત કરવા જેવા નિર્ણય લેવામાં આવ્યા છે.
મહાત્મા ગાંધીના પ્રપૌત્રનુ દક્ષિણ આફ્રિકમાં કોરોનાથી નિધન