For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

WHOએ ખાનપાન વિશે જારી કરી એડવાઈઝરી, જાણો કુકિંગ અને જમતી વખતે શું ધ્યાન રાખશો

ડબ્લ્યુએચઓએ પહેલી વાર કોરોનાથી બચવા માટે તમારા ખાનપાન કેવુ હોવુ જોઈએ તે વિશે ગાઈડલાઈન જારી કરી છે.

|
Google Oneindia Gujarati News

કોરોના વાયરસનો પ્રકોપ ઘટવાનુ નામ જ નથી લઈ રહ્યો. કેન્દ્ર તેમજ રાજ્ય સરકારો એ પ્રયત્નમાં લાગેલી છે કે આ સંક્રમણ ભારતમાં ભયાનક રૂપ ન લઈ લે. આના માટે લૉકડાઉન લંબાવીને 17 મે સુધી કરી દેવામાં આવ્યુ છે જેનુ પાલન આખુ ભારત કરી રહ્યો છે. વળી, સમયે સમયે વિશ્વ આરોગ્ય સંગઠન કોરોનાથી બચવા માટે શું સાવચેતીઓ રાખે અને તેને સંબંધિત બચાવની અત્યાર સુધી ઘણી એડવાઈઝરી જારી કરી ચૂક્યુ છે. વળી, ડબ્લ્યુએચઓએ પહેલી વાર કોરોનાથી બચવા માટે તમારા ખાનપાન કેવુ હોવુ જોઈએ તે વિશે ગાઈડલાઈન જારી કરી છે. આમાં જણાવવામાં આવ્યુ છે કે શું કરવુ અને શું નહિ? જેથી તમારા શરીરની રોગપ્રતિકારક શક્તિ વધે અને તમે સ્વસ્થ રહો. ડબ્લ્યુએચઓએ ફૂડ સેફ્ટી વિશે એક એડવાઈઝરી જારી કરીને તેમાં ઘણી ટિપ્સ આપી છે. એટલુ જ નહિ ડબ્લ્યુએચઓએ એ પણ જણાવ્યુ કે આવુ ખાનપાન આવા સમયે કેમ જરૂરી છે. આવો જાણીએ શું છે એ ટિપ્સ...

કિચનમાં આ વાતોનુ રાખો ધ્યાન

કિચનમાં આ વાતોનુ રાખો ધ્યાન

ભોજન બનાવતા કે કોઈ પણ ખાદ્ય પદાર્થ એટલે કે જમવાની વસ્તુને અડતા પહેલા પોતાના હાથ સાબુથી ચોક્કસ ધોઈ લો. વૉશરૂમ ગયા બાદ પોતાના હાશને સારી રીતે સાબુથી ધોઈ લો. કિચનમાં જ્યાં જમવાનુ બનાવો છો તે જગ્યાને સારી રીતે ધોયા બાદ સેનિટાઈઝ કરો.

નૉનવેજ કુક કરતી વખતે આ વસ્તુઓનુ ધ્યાન રાખો

નૉનવેજ કુક કરતી વખતે આ વસ્તુઓનુ ધ્યાન રાખો

ડબ્લ્યુએચઓના જણાવ્યા અનુસાર સૂક્ષ્મ કીટાણુઓ વાસણો લૂછવાના કપડા અને અન્ય રીતે કિચનમાં ઉપયોગમાં લેવાતા કપડામાં આવી જાય છે જે હાથ દ્વારા ભોજનમાં પહોંચી શકે છે એટલા માટે વિશેષ ધ્યાન રાખવુ જોઈએ. ડબ્લ્યુએચઓ અનુસાર કાચુ માસં 70 ડિગ્રી સેલ્સિયસ પર ધીમી આંચે પહેલા ઉકાળીને બનાવો. માંસ અથવા ચિકનનો સૂપ બનાવતી વખતે તેને ત્યાં સુધી ઉકાળો જ્યાં સુધી તેનો ગુલાબી રંગ ન આવી જાય. રાંધ્યા પછી મીટ એકદમ ચોખ્ખુ દેખાવુ જોઈએ. જમતા પહેલા ભોજનને ગરમ કરવાનુ ન ભૂલો. ભોજન વધુ સમય સુધી ગરમ કરવાથી બધા કીટાણુ મરી જાય છે. 70 ડિગ્રી સેલ્સિયસ પર રાંધેલુ ભોજન લેવાનુ વઘુ સુરક્ષિત છે.

વાસણો અલગ અલગ હોવા જોઈએ

વાસણો અલગ અલગ હોવા જોઈએ

કાચુ મીટ, ચિકન વગેરેને અન્ય ખાદ્ય પદાર્થોથી દૂર રાખો. બંનેના વાસણો અલગ અલગ હોવા જોઈએ. કાચા માંસમાં ઉપયોગમાં લેવાતા કટિંગ બોર્ડ અને ચપ્પુને બીજુ જમવાનુ બનાવતી સામગ્રીઓમાં બિલકુલ ઉપયોગ ન કરશો. કાચુ અને પાકુ બંને ભોજન ઢાંકીને જ રાખો. ડબ્લ્યુએચઓ અનુસાર કાચુ ભોજન ખાસ કરીને ચિકન, મટન વગેરેમાં સૂક્ષ્મ જીવો હોઈ શકે છે જે કુકિંગ કરતી વખતે બીજા ભોજનમાં જઈ શકે છે માટે સાવચેતી રાખો.

રાંધેલા ખોરાકને બે કલાકથી વધુ સમય ન રાખો

રાંધેલા ખોરાકને બે કલાકથી વધુ સમય ન રાખો

રૂમ તાપમાન પર રાંધેલા ખોરાકને બે કલાકથી વધુ સમય રાખો. ભોજનનેે યોગ્યતાપમાન પર ફ્રિઝમાં રાખો. ભોજન સર્વ કરતા પહેલા ફ્રિઝમાંથી કાઢી તેને 60 ડિગ્રી સેલ્સિયસ તાપમાન પર સારી રીતે ગરમ કરો. કોશિશ કરો કે ફ્રિઝમાં વધુ વાર સુધી રાખેલુ ભોજન ન ખાવ કારણકે ઓછા તાપમાને રાખેલા ભોજનમાં સૂક્ષ્મ જીવાણુઓ જલ્દી વિકસે છે. સૂક્ષ્મજીવ 5 ડિગ્રી અને 60 ડિગ્રીથી વધુ તાપમાનમાં મરી જાય છે.

સ્વચ્છ પાણીનો ઉપયોગ કરો

સ્વચ્છ પાણીનો ઉપયોગ કરો

રસોઈ બનાવવા અને પીવા માટે એકદમ સ્વચ્છ પાણીનો ઉપયોગ કરો. પાણી ઉકાળીને પીવુ સૌથી સારો ઉપાય છે. ફળો અને શાકભાજીને સારી રીતે ધોયા બાદ જ ઉપયોગ કરો. ડબ્લ્યુએચઓ અનુસાર પાણી અને બરફમાં પણ ઘણી વાર સૂક્ષ્મ જીવો મળી આવે છે જે તેને ઝેરી બનાવી દે છે. માટે સારુ રહેશે કે તમે શાકભાજીની છાલ કાઢીને તેને સમારીને બનાવો જેથી તે કીટાણુરહિત થઈ જાય.

આ પણ વાંચોઃ ટ્રેન બાદ હવે શરૂ થશે વિમાન સર્વિસ, ફ્લાઈટમાં ખાવાનુ નહિ મળેઆ પણ વાંચોઃ ટ્રેન બાદ હવે શરૂ થશે વિમાન સર્વિસ, ફ્લાઈટમાં ખાવાનુ નહિ મળે

English summary
corona: WHO issued catering guidelines for the first time, told 'what to do and what not'?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X