ભારમાં કોરોનાના કેસ વધ્યા, 24 કલાકમાં 5609 નવા કેસ નોંધાયા
નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાયરસનો ખતરો દિવસેને દિવસે વધતો જઈ રહ્યો છે. કોરોનાના મામલામાં સતત વધારો થઈ રહ્યો છે. ગુરુવારે સવારે સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે જાણકારી આપતા જણાવ્યું કે પાછલા 24 કલાકમાં કોરોના વાયરસના 5609 મામલા સામે આવ્યા છે અને 132 લોકોના મોત થયા છે. દેશણાં હવે કોરોના વાયરસના કુલ 1,12,359 મામલા છે, જેમાં 63,624 સક્રિય મામલા છે અને 3435 મોત સામેલ છે.

રાજસ્થાનમાં કેટલા કેસ
રાજસ્તાનમાં આજે સવારે 9 વાગ્યા સુધીમાં 83 નવા મામલા સામે આવ્યા છે અને 3 મોત થયાં છે. રાજ્યમાં કુલ મામલાની સંખ્યા 6098 થઈ ગઈ છે, જેમાં 2527 સક્રિય મામલા છે અને 150 મોત સામેલ છે. હિમાચલ પ્રદેશણાં કોરોના સંક્રમણના મામલા વધીને 110 થઈ ગયા છે. મહારાષ્ટ્ર સ્વાસ્થ્ય વિભાગ મુજબ રાજ્યમાં બુધવારેકોરોના સંક્રમણના 2250 કેસ સામે આવ્યા બાદ કુલ મામલાની સંખ્યા 39297 થઈ ગઈ છે, જ્યારે મૃકોનો આંકડો ધીને 1390 થઈ ગયો છે.

ગુજરાતમાં કોરોના સંક્રમણ
ગુજરાતમાં કોરોના સંક્રમણના 397 કેસ સામે આવ્યા બાદ કુલ મામલા 12537 થઈ ગયા છે અને અત્યાર સુધીમા 349 કોરોના દર્દીના મોત થયાં છે. રાજ્યમાં કોરોનાના સૌથી વધુ 9216 કેસ અમદાવાદમાંથઈ જ સામે આવ્યા છે. જ્યારે હરિયાણામાં 29 નવા કેસ આવ્યા બાદ કુલ કેસ 993 થઈ ગયા છે. મૃતકોની સંખ્યા 14 છે. સૌથી વધુ કેસ ગુરુગ્રામ, ફરીદાબાદ, સોનીપત અને ઝજ્જરથી સામે આવ્યા છે.

પંજાબમાં 3 નવા કેસ
પંજાબમાં 3 નવા કેસ સામે આવ્યા બાદ કુલ મામલા 2005 થઈ ગયા છે, જ્યારે મૃતકોની સંખ્યા 38 પર સ્થિર છે. મધ્ય પ્રદેશમાં કોરોના સંક્રમણના 270 નવા કેસ નોંધાયા બાદ કુલ સંખ્યા 5735 થઈ ગયા છે. અહીં સૌી વધુ કેસ ઈન્દોર, ભોપાલ અને ઉજ્જૈનમાં મળ્યા છે. રાજયમાં કોરોનાથી 267 લોકોના મોત થયા છે જ્યારે 2733 કોરોના દર્દી ઠીક થઈ ગયા છે.
કોરોના વાયરસને લઈ ફરી ચીન પર ભડક્યા ટ્રમ્પ, બોલ્યા- બેઈજિંગ મહામારી રોકી શકતું હતું