For Quick Alerts
For Daily Alerts
તેલંગાણામાં કોરોના વાયરસના કારણે પહેલું મોત, ભારતનો મૃતકાંક 20 થયો
હૈદરાબાદઃ શનિવારે તેલંગાણામાં કોરોના વાયરસના કારણે પહેલું મોત થયું, જેને પગલે ભારતમાં કુલ મૃત્યુઆંક 20 થઈ ગયો છે. 74 વર્ષીય શખ્સ દિલ્હી પ્રવાસ ખેડીને તેલંગાણા આવ્યો હતો બીમાર પડતાં તેના ટેસ્ટ કરવામાં આવ્યા હતા જે કોવિડ-19ના પોઝિટિવ આવતાં તેને હોસ્પિટલે દાખલ કરવામાં આવ્યો હતો. શનિવારે પ્રાઈવેટ હોસ્પિટલમાં જ આ શખ્સનું મોત તયું છે.
એટલું જ નહિ, મૃત્યુ પામનાર આ શખ્સના 4 પરિજનો પણ તેમની સાથે દિલ્હી ગયા હતા. શનિવારે આ ચારેય શખ્સના કોરોના વાયરસના ટેસ્ટ પોઝિટિવ આવ્યા હતા. આની સાથે જ તેલંગાણામાં કોરોના વાયરસના કુલ 65 કન્ફર્મ કેસ નોંધાયા અને 1 શખ્સ સાજો થઈ ગયો ઉપરાંત આજે એકનું મોત થઈ ગયું હોવાથી હાલ તેલંગાણામાં કુલ 63 એક્ટિવ કેસ છે.
કોરોના કહેરમાં સંક્રમિત અર્થવ્યવસ્થાને સક્ષમ કરવા દીર્ઘદ્રષ્ટિપૂર્ણ પગલાંની આવશ્યકતા