For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારતમાં બમણી ગતિએ વધી રહ્યો છે કોરોના, છેલ્લા 24 કલાકમાં 2.75 લાખ કોરોના કેસ અને 1600થી વધુ મોત

ભારતમાં કોરોના વાયરસની બીજી લહેર બમણી ગતિએ વધી રહી છૈ.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ ભારતમાં કોરોના વાયરસની બીજી લહેર બમણી ગતિએ વધી રહી છૈ. દેશમાં રોજ કોરોના વાયરસના કેસ બે લાખથી વધુ આવી રહ્યા છે અને રોજ તેમાં વધારો થઈ રહ્યો છે. કોરોના પૉઝિટિવીટી રેટ માત્ર 12 દિવસમાં ડબલ થઈ ગયો છે. ભારતમાં છેલ્લા 12 દિવસમાં કોરોનાનો ડેઈલી પૉઝિટિવીટી રેટ 8 ટકાથી વધીને 16.7 ટકા થઈ ગયો છે જે એક્સપર્ટ માટે ચિંતાની વાત છે. ભારતમાં કોરોના વાયરસના સંક્રમણનો દર હાલમાં પીક પર છે. રવિવારે(8 એપ્રિલ) દેશણાં છેલ્લા 24 કલાકમાં 275,000થી વધુ નવા કોરોના વાયરસના કેસ સામે આવ્યા છે. વળી, 1622 લોકોના મોત થયા છે. દેશમાં કોરોનાના ઈલાજની મહત્વપૂર્ણ દવાઓ અને ઑક્સિજનની કમીના સમાચારો રાજ્યોમાંથી આવી રહ્યા છે.

delhi

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ નેશનલ વીકલી પૉઝિટિવીટી રેટ પણ છેલ્લા એક મહિનામાં 3.05 ટકાથી વધુને 13.54 ટકા થઈ ગયો છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ કોરોના વીકલી પૉઝિટિવીટી રેટ દેશમાં સૌથી વધુ છત્તીસગઢમાં 30.38 ટકા નોંધવામાં આવ્યો છે. ત્યારબાદ ગોવામાં 24.24 ટકા, મહારાષ્ટ્રમાં 24.17 ટકા, રાજસ્થાનમાં 23.33 ટકા અને મધ્ય પ્રદેશમાં કોરોના વીકલી પૉઝિટિવીટી રેટ 18.99 ટકા નોંધવામાં આવ્યો છે.

કોરોના સંક્રમણને જોતા મેડિકલ એક્સપર્ટનુ કહેવુ છે કે આ બહુ જરૂરી છે કે હાલમાં કોવિડ-19 ટ્રાન્સમિશનની શ્રૃંખલાને તોડવામાં આવે. પબ્લિક હેલ્થ ફાઉન્ડેશન ઑફ ઈન્ડિયાના સંસ્થાપક અને વરિષ્ઠ ડૉક્ટર કે શ્રીનાથ રેડ્ડીએ કહ્યુ છે કે હાલમાં સૌથી મહત્વપૂર્ણ વાત એ છે કે ટ્રાન્સમિશન શ્રૃંખલાને તોડવી પડશે... આ ઉપરાંત સુપરસ્પ્રેડર ઘટનાઓ પર અંકુશ લગાવવા માટે વધુ ઉપાય કરવાની જરૂર છે.

English summary
Coronavirus: Daily positivity rate doubles from 8% to 16.7% in just 12 days in India.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X