કોરોના વાયરસઃ દિલ્લીમાં પહેલુ મોત, ડાયાબિટીઝ-હાઈપરટેન્શન પીડિત હતા મહિલા
ભારતમાં કોરોના વાયરસના કેસોને હાલમાં સતત વધી રહ્યા છે. શુક્રવારે દિલ્લીમાં કોરોના વાયરસથી પહેલુ મોત સામે આવ્યુ જ્યારે અત્યાર સુધી દેશમાં કોરોના વાયરસના કારણે બે લોકોના મોત થઈ ચૂક્યા છે. દિલ્લીની આરએમએલ હોસ્પિટલમાં 69 વર્ષના મહિલાનુ કોરોના વાયરસના સંક્રમણના કારણે મોત થઈ ગયુ. મહિલાનુ મોત રાતે 8 વાગે દિલ્લીની આરએમએલ હોસ્પિટલમાં થયુ. વળી, આરોગ્ય મંત્રાલય તરફથી જણાવવામાં આવ્યુ છે કે આ મહિલાને અન્ય બિમારીઓ પણ હતી.

ડાયાબિટીઝ અને હાઈપરટેન્શન સામે લડી રહ્યા હતા મહિલા
આરએમએલના ડૉક્ટરોએ મહિલાના આરોગ્ય વિશે જણાવ્યુ કે તે મહિલા ડાયાબિટીઝ અને હાઈપરટેન્શન સામે પણ લડી રહ્યા હતા. આરોગ્ય મંત્રાલયે આ અંગે જણાવ્યુ કે મહિલાને શ્વાસ લેવામાં મુશ્કેલી આવી રહી હતી અને તેમને વેંટિલેટર સપોર્ટ પર રાખવામાં આવ્યા હતા. આ મહિલા પશ્ચિમ દિલ્લીના રહેવાસી હતી. આ મહિલાના દીકરાને કોરોના વાયરસ પૉઝિટિવ આવ્યો છે. જણાવવામાં આવી રહ્યુ છે કે મહિલાના દીકરાએ 5થી 22 ફેબ્રુઆરી વચ્ચે સ્વિટ્રલેન્ડ અને ઈટલીની યાત્રા કરી હતી. આ વ્યક્તિ 23 ફેબ્રુઆરીએ દિલ્લી પાછો આવ્યો હતો.
|
મહિલાને કોરોના વાયરસ ટેસ્ટ પૉઝિટિવ આવ્યો હતો
શરૂઆતમાં આ યુવકના શરીરમાં બિમારીના કોઈ લક્ષણ મળ્યા નહોતા પરંતુ બાદમાં તાવ અને કફની તકલીફ થઈ તો 7 માર્ચે યુવક આરએમએલ હોસ્લપિટલમાં ભરતી થયો હતો. ડૉક્ટરોનુ કહેવુ છે કે યુવક અને તેની મા બંનેને ખૂબ જ તાવ અને કફ હતો. 8 માર્ચે મહિલાનુ સેમ્પલ લેવામાં આવ્યુ હતુ અને 9 માર્ચે મહિલાની તબિયત વધુ બગડી ગઈ હતી અને ન્યૂમોનિયા થઈ ગયો. ત્યારબાદ મહિલાને આઈસીયુમાં ભરતી કરવામાં આવ્યા હતા. આ દરમિયાન મહિલાને કોરોના વાયરસ ટેસ્ટ પૉઝિટિવ આવ્યો હતો.

મહિલાના દીકરો પણ કોરોના વાયરસથી સંક્રમિત
આ પહેલા દેશમાં કોરોના વાયરસના મોતનો પહેલો કેસ કર્ણાટકના કલબુર્ગીમાં આવ્યો હતો જ્યાં 76 વર્ષના વૃદ્ધનુ કોરોના વાયરસના કારણે મોત થઈ ગયુ હતુ. મૃતક 29 ફેબ્રુઆરીએ સઉદી અરબની યાત્રાએથી પાછો આવ્યો હતો. હૈદરાબાદ એરપોર્ટ પર પહોંચ્યા બાદ તેનુ સ્ક્રીનિંગ કરવામાં આવ્યુ હરતુ પરંતુ એ દરમિયાન વૃદ્ધમાં કોરોના વાયરસ જેવા લક્ષણની ઓળખ થઈ શકી નહોતી, તે શંકાસ્પદ દર્દીઓમાં શામેલ હતો. તમને જણાવી દઈએ કે અત્યાર સુધી દેશમાં કોરોના વાયરસના 82 કેસ સામે આવ્યા છે.
આ પણ વાંચોઃ કોરોના વાયરસથી દેશમાં બીજુ મોત, દિલ્લીમાં 65 વર્ષીય મહિલાનુ નિધન