• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

પહેલીવાર સામે આવ્યો કોરોના વાયરસનો અસલી ચહેરો, જુઓ કેટલો ખતરનાક છે આ વાયરસ

|

નવી દિલ્હીઃ દુનિયાભરમાં તબાહી મચાવવા અને 3500થી વધુ લોકોને મોતને ઘાટ ઉતારનાર કોરોના વાયરસની પહેલી તસવીર સામે આવી ચૂકી છે. જે વાયરસે આખી દુનિયામાં દહેશત મચાવી દીધી તેની અસલી તસવીર જોવી દિલચસ્પ છે. મહિનાઓથી સતત શોધમાં લાગેલી વૈજ્ઞાનિકોનીટીમે આખરે કોરોના વાયરસની અસલી તસવીર શોધી કાઢી છે. ચીન જ્યાંથી આ વાયરસની શરૂઆત થઈ, ત્યાંના વૈજ્ઞાનિકોની ટીમને વાયરસની અસલી સંરચનાની તસવીરો શોધી કાઢી છે.

કોરોના વાયરસની અસલી તસવીર

કોરોના વાયરસની અસલી તસવીર

ચીનના વૈજ્ઞાનિકોએ ગાઢ શોધ બાદ અંતિમ સફળતા હાંસલ કરી અને કોરોના વાયરસની અસલી તસવીર શોધી કાઢી. વૈજ્ઞાનિકોની એક ટીમે કોરોના વાયરસની પહેલી તસવીર જાહેર કરી છે જેમાં તેનું અસલી રૂપ જણાવવામાં આવી રહ્યું છે. જેને મોટી સફળતાના રૂપે જોવામાં આવી રહ્યું છે, કેમ કે અસલી સંરચના સામે આવ્યા બાદ તેના વિશ્લેષણને દિશા મળી જશે.

કોરોના વાયરસનો અસલી ચહેરો કેદ થયો

કોરોના વાયરસનો અસલી ચહેરો કેદ થયો

ડેલી મેલના રિપોર્ટ મુજબ ચીનના વૈજ્ઞાનિકોએ કોરોના વાયરસને નિષ્ક્રિય કર્યા બાદ તેની તસવીર કેદ કરી છે. તેમણે વાયરસને ઈલેક્ટ્રોન માઈક્રોસ્કોપ વિશ્લેષણ ટેક્નિકની મદદથી તેનો અસલી ચેહરો સામે લાવ્યા. આ સફળતા બાદ કોરોના વાયરસનો ઈલાજ ખોજવામાં મદદ મળશે. કોરોના વાયરસની તસવીર આ દિશામાં ઘણું મહત્વનું યોગદાન આપી શકે છે. આ તસવીર અને ખોજને લઈ વૈજ્ઞાનિકોએ કહ્યું કે તેમણે ઈલેક્ટ્રોન માઈક્રોસ્કોપ વિશ્લેષણ ટેક્નિક દ્વારા કોરોના વાયરસની અસલી સંરચનાને પ્રદર્શિત કરવામાં સફળતા હાંસલ કરી છે.

શું કહે છે વૈજ્ઞાનિક?

શું કહે છે વૈજ્ઞાનિક?

આ ટીમના સભ્ય પ્રોફેસર લિયૂ ચુઆંગે કહ્યું કે એ કોરોના વાયરસનું રૂપ ઠીક એવું જ છે, જેવું પ્રકૃતિમાં હોય છે. વૈજ્ઞાનિકોએ શરીરની એવી કોશિકાઓની તસવીર પણ જાહેર કરી, જ્યાં કોરોના વાયરસના હુમલા કરવામાં આવ્યા હતા. ચીનના Shenzhen National Clinical Medical Research Center for Ineftious Diseases અને દક્ષિણી વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિશ્વવિદ્યાલયે મળીને આ રિસર્ચને પૂરું કર્યું અને મોટી સફળતા હાંસલ રકરી છે. હવે આના દ્વારા વાયરની જીવનશૈલી સમજવામાં મદદ મળશે, જે બાદ તેને રોકવા માટે જરૂરી પગલાં ઉઠાવવામાં આવી શકે છે.

કોરોના વાયરસઃ જમ્મુમાં બે શંકાસ્પદ દર્દી મળ્યા, 31 માર્ચ સુધી શાળાઓ બંધ

English summary
Coronavirus effect: US Governor andrew cuomo declares emergency of state in New York
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more