ઈન્ફોસિસ કંપનીમાં કોરોના વાયરસનો ડર, બેંગલુરુની બિલ્ડિંગ ખાલી કરાવાઈ
કોરોના વાયરસના ડરથી દુનિયાના ઘણા દેશોમાં ઈમરજન્સી ઘોષિત કરી દેવામાં આવી છે. ભારતમાં પણ સ્થિતિ ઠીક નથી. અહીં સતત સંક્રમિત લોકોની સંખ્યા વધી રહી છે. વાયરસથી બચાવના કારણે ઘણી ઓફિસોમાં રજા આપી દેવામાં આવી છે અથવા કર્મચારીઓને ઘરેથી કામ કરવાનો આદેશ આપી દેવામાં આવ્યો છે. વળી, બેંગલુરુની એક આઈટી કંપની ઈન્ફોસિસમાં ઘણા કર્મચારીઓને કોરોના વાયરસથી સંક્રમિત હોવાની શંકાના કારણે હડકંપ મચી ગયો છે. સુરક્ષાના કારણોસર કંપનીની બેંગલુરુ સ્થિત બિલ્ડિંગને ખાલી કરાવી દેવામાં આવી છે.
આ વાતની પુષ્ટિ ખુદ બેંગલુરુના આઈટી પ્રમુખ ગુરુરાજ દેશપાંડેએ કરી છે. તેમણે એક ઈમેલ દ્વારા જણાવ્યુ કે કોરોના વાયરસ સામે લડવાની તૈયારીને સુનિશ્ચિત કરવા માટે આ નિર્ણય કરવામાં આવ્યો છે. તેમણે જણાવ્યુ કે અમને માહિતી મળી હતી કે કંપનીના ટીમના એક સભ્યને કોરોના વાયરસનો શંકાસ્પદ છે ત્યારબાદ અમે હાલમાં માત્ર એઆઈપીએમ ભવનને સાવચેતી રૂપે ખાલી કરાવ્યુ છે.
આ પણ વાંચોઃ કોરોના વાયરસઃ દિલ્લીમાં પહેલુ મોત, ડાયાબિટીઝ-હાઈપરટેન્શન પીડિત હતા મહિલા