• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

સીએમ નવીન પટનાયક બોલ્યા- કોરોના સામેની જંગમાં ગંજામનું કોવિડ મેનેજમેન્ટ રોલ મોડલ બનશે

|

ભુવનેશ્વરઃ ઓરિસ્સાના મુખ્યમંત્રી નવીન પટનાયકે સોમવારે કહ્યું કે ગંજામ જિલ્લો દેસમાં કોવિડ 19 મેનેજમેન્ટ માટે એક રોલ મોડલ હશે. આજે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી ગંજામના સરપંચો સાથે કોવિડ સ્થિતિની સમીક્ષા કરતા મુખ્યમંત્રીએ જિલ્લામાં કોરોના વાયરસ મહામારીના પ્રબંધન પર પોતાની સંતુષ્ટી વ્યક્ત કરી છે. જણાવી દઈએ કે ગંજામ ઓરિસ્સાના સૌથી વધુ કોરોનાયુક્ત જિલ્લામાથી એક છે.

સીએમ નવીન પટનાયકે જિલ્લામાં વાયરસના પ્રસાર અને સ્વાસ્થ્યના પાયાના માળખાના કામકાજ માટે ઉઠાવવામાં આવી રહેલા વિવિધ પગલાંઓ વિશે ચર્ચા કરી. સીએમ નવીન પટનાયકે કોરોના વિરુદ્ધ લડાઈમાં બખૂબી મોર્ચો સંભાળી લીધો છે અને સીધા જ સરપંચનો ફીડબેક લીધો છે. તેમણે સરપંચોને કોરોના વિરુદ્ધ ફેસલો લેવાની ઘણી શક્તિઓ પ્રદાન કરી હતી. સીએમે કહ્યું કે સરપંચોને જિલ્લા કલેક્ટરની શક્તિઓ આપવામાં મહામારીથી નિપટવામાં એક ગેમ ચેન્જર સાબિત થયું છે.

નવીન પટનાયકે ગંજામમાં તમામ સરપંચો સાથે વાતચીત કરી અને ગ્રામ પંચાયત સ્તરના કોવિડ મેનેજમેન્ટ માટે તેમના કામના વખાણ કર્યાં છે. કોવિડ 19 વિરુદ્ધના યુદ્ધમાં સૌથી આગળ રહેતા સરપંચોએ મુખ્યમંત્રીઓ સાથે કોવિડ મેનેજમેન્ટમાં પોતાના અનુભવો શેર કર્યા. જણાવી દઈએ કે ગંજામ જિલ્લામાં રાજ્યમાં સૌથી વધુ કોરોના પ્રભાવિત દર્દી છે. સક્રિય અને રણનૈતિક પગલાં ઉઠાવવા અને સરપંચો સહિત સ્થાનિક પ્રતિનિધિને જવાબદારીઓને કારણે મામલામાં ઘણી તેજીથી ગિરાવટ જોવા મળી રહી છે.

English summary
Ganjam Will Be Role Model of COVID Management, Says CM Naveen Patnaik
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X