કોરોના કેસોમાં ઘટાડો પરંતુ મોતના આંકડા વધ્યા, છેલ્લા 24 કલાકમાં 2685 નવા કેસ, 33 મોત
નવી દિલ્લીઃ ભારતમાં છેલ્લા ઘણા દિવસોની સરખામણીમાં કોરોના વાયરસના કેસોમાં ઘટાડો આવ્યો છે પરંતુ મોતના આંકડામાં વધારો થયો છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના શનિવાર(28 મે)ના આંકડાઓ મુજબ છેલ્લા 24 કલાકમાં 2685 નવા કોવિડ કેસ નોંધવામાં આવ્યા છે જે શુક્રવારની સરખામણીમાં 0.9% ઓછા છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં 33 લોકોના કોરોનાથી મોત થયા છે. વળી, એક દિવસમાં 2158 દર્દી કોરોનાથી રિકવર થયા છે.

ભારતમાં શું છે કોરોનાની સ્થિતિ
ભારતમાં કોરોના સક્રિય કેસની સંખ્યા 16,308 છે. વળી, કોરોના કેસની કુલ સંખ્યા વધીને 4,31,50,215 થઈ ગઈ છે. દેશમાં કોવિડ-19ને કારણે અત્યાર સુધીમાં કુલ 5,24,572 લોકોના મોત થયા છે. ભારતમાં કોરોનાથી સાજા થયેલા લોકોની કુલ સંખ્યા 4,26,09,335 થઈ ગઈ છે.

કોરોના રિકવરી રેટ 98.75%
ભારતમાં કોરોના રિકવરી રેટની સ્થિતિ હજુ પણ સારી છે. હાલમાં કોરોના રિકવરી રેટ 98.75 ટકા છે. ભારતમાં કોરોના રસીકરણની વાત કરીએ તો શુક્રવારે દેશમાં છેલ્લા 24 કલાકમાં કુલ 14,39,466 રસીના ડોઝ આપવામાં આવ્યા છે. વળી, ભારતમાં અત્યાર સુધીમાં 1,93,13,41,918 રસીના ડોઝ આપવામાં આવ્યા છે.

કયા રાજ્યોમાંથી આવી રહ્યા છે સૌથી વધુ કેસ
કેરળ ટોચના પાંચ રાજ્યોમાં 723 કેસ સાથે પ્રથમ ક્રમે છે જ્યાં સૌથી વધુ કોરોના કેસ નોંધાયા છે. આ પછી 536 કેસ સાથે મહારાષ્ટ્ર, 445 કેસ સાથે દિલ્હી, 236 કેસ સાથે હરિયાણા અને 171 કેસ સાથે કર્ણાટક છે. આ પાંચ રાજ્યોમાં 78.62% નવા દર્દીઓનું નિદાન થયુ હતુ જેમાં એકલુ કેરળ નવા કેસોમાં 26.93% નો હિસ્સો ધરાવે છે.