For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોરોના કહેરમાં સંક્રમિત અર્થવ્યવસ્થાને સક્ષમ કરવા દીર્ઘદ્રષ્ટિપૂર્ણ પગલાંની આવશ્યકતા

કોરોના કહેરમાં સંક્રમિત અર્થવ્યવસ્થાને સક્ષમ કરવા દીર્ઘદ્રષ્ટિપૂર્ણ પગલાંની આવશ્યકતા

|
Google Oneindia Gujarati News

કોરોના કહેરના કારણે ચીન સહિત સમગ્ર વિશ્વ ભારત પર મીટ માંડી રહ્યુ છે. અમેરિકા, ફ્રાન્સ, બ્રિટન, સ્પેન, ઈટલી, જર્મની કોરોના વાયરસને નાથવામાં અસફળ થઇ રહ્યા છે. ત્યારે, વિકાસશીલ બેનર ધરાવતાં ભારતનું પ્રદર્શન ખુબ સારુ જોવા મળી રહ્યુ છે. ચીનના કારણે વિશ્વના દેશો અત્યારે કોરોના વાયરસના ભરડામાં લપેટાયેલા છે. આ ડ્રેગન કોરોનાએ વિશ્વના અંદાજીત એક મિલિયન લોકોને પોતાની લપેટમાં લીધા છે. વિશ્વનું અર્થતંત્ર પણ છિન્ન ભિન્ન થઇ ગયુ છે. કોરોના વાયરસના કારણે મૃતકોની સંખ્યામાં પણ ચિંતાજનક વધારો થતો જોવા મળી રહ્યો છે. અમેરિકામાં દર 17 મિનિટે એક મોત કોરોના વાયરસના કારણે થઇ રહ્યુ છે. હાલના તબક્કે સમગ્ર વિશ્વ બાનમાં લેવાયું હોય તેવી પરિસ્થિતિ ઉભી થઇ છે.

વિશ્વભરમાં 6.14 લાખ લોકો થયા સંક્રમિત

વિશ્વભરમાં 6.14 લાખ લોકો થયા સંક્રમિત

તાજા આંકડા પ્રમાણે જોવામાં આવે તો, આજદિન સુધીમાં વિશ્વમાં 6.14 લાખથી વધુ કોરોના કેસ નોધાયા છે અને 28 હજારથી વધુ લોકોના મોત થઇ ચુક્યા છે. ભારતમાં કોરોના વાયરસના 873 રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, 20 લોકો કોરોનાથી મોત થયા છે. જોકે, અન્ય રાષ્ટ્રોની સરખામણીમાં ભારતમાં કોરોના સંક્રમણની પરિસ્થિતિ કાબુમાં છે. અમેરિકા, ચીન અને ઇટાલી જેવા દેશોમાં કોરોના વાયરસના ભરડામાં છે. ત્યારે, વિશ્વમાં બીજા નંબરની જનસંખ્યા ધરાવતો દેશ ભારતમાં કોરોના પોઝિટિવનો આંકડો રાહત આપનારો હોવા છતાં તેની સંખ્યામાં થતો વધારો ચિંતાજનક પણ છે.

ભારત કોરોના સામે લડવા સક્ષમ હોવાનો દાવો

ભારત કોરોના સામે લડવા સક્ષમ હોવાનો દાવો

દેશમાં પ્રથમ કોરોના વાયરસ પોઝિટિવ કેસ મળ્યો ત્યારે, દેશમાં લેવા જરૂરી પ્રિક્યૂશન મેડિકલ રેમેડિઝ એસ્ટાબ્લિશ કરવામાં તંત્ર નિષ્ફળ રહ્યું. જ્યારે, વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા કોરોના વાયરસને વૈશ્વિક મહામારી જાહેર કરવામાં આવી હતી તો પણ કોઇજાતની પરવા કે તકેદારી લીધા વિના નમસ્તે ટ્રમ્પના કાર્યક્રમ કર્યા અને સેંકડોની સંખ્યામાં લોકોને એકત્ર કર્યા. આ ઉપરાંત દેશમાંથી મેડિકલ ઉપકરણ અને પર્સનલ પ્રોટેક્શન મેડિકલ ઇક્વિપમેન્ટની નિકાસ થતી રહી. પરંતું, ભારતમાં 21 દિવસના લોકડાઉનના પગલાંના કારણે દેશમાં કોરોના સંક્રમણનો ફેલાવો ઘણા અંશે કાબુમાં છે. વિશ્વ આરોગ્ય સંસ્થાએ પણ ભારત પ્રત્યે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, ભારત પાસે કોરોના સામે લડવાની સક્ષમતા છે.

લોકડાઉનના કારણે અનેક સમસ્યા ઉદ્ભવી

લોકડાઉનના કારણે અનેક સમસ્યા ઉદ્ભવી

દેશમાં કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા કેન્દ્ર સરકારે 21 દિવસનું લોકડાઉન તો જાહેર કરી દીધુ છે. પરંતું, અધુરી તૈયારી અને આયોજનના અભાવે ઘણી મુશ્કેલી પણ લોકો વેઠી રહ્યા છે. દિનપ્રતિદિન નવા નવા સુધારા અને આદેશો જાહેર કરવામાં આવી રહ્યા છે. લોકો પર પોલીસ પણ અમાનુસી ત્રાસ ગુજારતાં હોવાની તસ્વીરો વાઇરલ થઇ રહી છે. જીવનજરૂરી ચીજોના ભાવ પણ આસમાને પહોંચી રહ્યા છે. નફાખોરો અને કાળા બજારીયાઓને ઘી કેળાં પણ થઇ રહ્યા છે. ત્યારે, જીવનજરૂરી વસ્તુઓ, માસ્ક, દવાઓ, સેનેટાઈઝર વગેરેના ભાવતાલ કિંમતો નક્કી કરી તેનો અમલ ફરજિયાત કરાવવાની માંગ ઉઠી રહી છે. પરપ્રાતીઓ, આદિવાસીઓ પરિવારજનો સાથે જે રીતે વતનની વાટ પકડી રહ્યા છે. સરકારના આદેશનું પાલન ન કરતાં નીકળી પડતા લોકોના કારણે કોરોના સંક્રમિત થનારા વધી જશે તેવી શંકા તિવ્ર થઈ જાય છે.

Covid19 ટાસ્ક ફોર્સના ડૉક્ટરે કહ્યું- ભારતમાં સ્ટેજ 3નો પ્રારંભ, સ્થિતિ વધુ બગડશેCovid19 ટાસ્ક ફોર્સના ડૉક્ટરે કહ્યું- ભારતમાં સ્ટેજ 3નો પ્રારંભ, સ્થિતિ વધુ બગડશે

English summary
Corona virus is very dangerios for indian economy
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X