• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
LIVE

Janta Curfew Live: પીએમ મોદીના આહ્વાન બાદ ભારતની કોરોના વિરુદ્ધ મોટી જંગ

|

નવી દિલ્હીઃ દેશ આખો જીવલેણ વાઈરસ વિરુદ્ધ જંગ લડી રહ્યો છે. આ વાઈરસને પગલે કેટલાય લોકો દેશમાં પણ સંક્રમિત થયા છે. જેવી રીતે દેશભરમાં કોરોનાવાઈરસથી સંક્રમિત લોકોની સંખ્યામાં દરરોજ વધારો થઈ રહ્યો છે, તે બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રના નામે સંબોધનમાં દેશવાસીઓને જનતા કર્ફ્યૂનું આહ્વાન કર્યું છે. જે બાદ આખો દેશ જનતા કર્ફ્યૂને પગલે રોકી દેવામાં આવ્યો છે. કેટલાય રાજ્યોમાં મેટ્રો ટ્રેનની સેવા, બસ સેવા, શૉપિંગ મોલ, પેટ્રોલ પંપ વગેરે બંધ કરવાનો ફેસલો લેવામાં આવ્યો છે.

janta curfew

Newest First Oldest First
9:11 PM, 22 Mar
ક્રિકેટના ભગવાન માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરે કોરોનાના કહેર વચ્ચે દેશની સેવામાં ઉભા રહેલા તમામ જવાનો, ડૉક્ટર્સ, સફાઈકર્મી, મીડિયાકર્મી, પોલીસકર્મી સહિતના જવાનોનો આભાર વ્યક્ત કર્યો.
9:09 PM, 22 Mar
ડૉક્ટર હર્ષવર્ધને સ્ટેન્ડિંગ ઓવેશન આપ્યું.
8:07 PM, 22 Mar
કોઈ પત્તા રમે છે, કોઈ સફાઈ કરે છે, ઘરે બેસીને આ રીતે સમય પસાર કરી રહ્યા છે ગુજરાતી સ્ટાર્સ
કોરોનાને કારણે આખા દેશના લોકોને ઘરે બેસવું ફરજિયાત થયું છે. ચેપ વધું ન ફેલાય પોતાની જાતને સુરક્ષિત રાખી શકીએ તે માટે ઘરમાં રહેવું જરૂરી છે. શૂટિંગ્સ પણ અટકી પડ્યા છે, ત્યારે જાણો એક્ટર્સને શૂટિંગ માટે લાંબો સમય ઘરથી દૂર રહેવું પડતું હોય છે, ત્યારે તેઓ પણ આ હોમ ક્વોરેન્ટાઈન પીરિયડનો પરિવાર સાથે રહીને ઉપયોગ કરી રહ્યા છે. તમારા ગમતા સ્ટાર્સ ઘરમાં રહેવાના આ સમયનો કેવો સદુપયોગ કરી રહ્યા છે. કદાચ તમને પણ તેમાંથી આઈડિયા મળે કે ક્વોરેન્ટાઈન પીરિયડમાં શું કરવું?
7:16 PM, 22 Mar
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મા હીરાબાએ પણ થાળી વગાડી કોરોનાના સિપાહીઓનો આભાર વ્યક્ત કર્યો.
7:00 PM, 22 Mar
મોદી સરકારે યાદી જાહેર કરી, આ 75 જિલ્લા લૉકડાઉન કર્યા
નવી દિલ્હીઃ કોરોનાવાઈરસના સંક્રમણના વધતા મામલા અને જનતા કર્ફ્યૂને મળેલી મોટી સફળતાને જોતા કેન્દ્રની મોદી સરકારે રાજ્યોને દેશના કુલ 75 જિલ્લાને સંપૂર્ણપણે લૉકડાઉન કરવાની સલાહ આપી છે
6:45 PM, 22 Mar
લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ પણ પોતાના પરિવાર સાથે તાળી વગાડી કોરોનાવાઈરસના સંક્રમણ દરમિયાન દેશની મહત્વપૂર્ણ અને જરૂરી સેવાઓ પૂરી પાડનારાઓનો આભાર માન્યો.
6:16 PM, 22 Mar
ભાજપ પ્રદેશ પ્રવક્તા્રી ભરતભાઈ પંડયાએ પરીવાર સાથે પોતાનાં ઘરેથી સેવાવ્રતીઓનું અભિવાદન કર્યુ #IndiaSalutes
6:01 PM, 22 Mar
પીએમ મોદીએ કોરોનાવાઈરસના લોકોને થોડા દિવસ સુધી સોશિયલ ડિસ્ટેંસિંગથી ખુદને બાંધીને રાખવાની અપીલ કરી છે.
5:50 PM, 22 Mar
અમદાવાદીઓએ સેવાવ્રતીઓનું અભિવાદન કર્યુ #IndiaSalutes
5:42 PM, 22 Mar
આંધ્રપ્રદેશના સીએમ જગનમોહન રેડ્ડીએ કોરોના સામે લડનારાઓનો આભાર માન્યો.
5:38 PM, 22 Mar
બેંગ્લોરમાં યુવાનોએ સેવાવ્રતીઓનું અભિવાદન કર્યુ
5:23 PM, 22 Mar
કોરોના સામે લડવાને લોકોએ ગણાવ્યો આભાર, તાળી અને થાળી વગાડીને વ્યક્ત કર્યો આભાર.
5:18 PM, 22 Mar
સીએમ વિજય રૂપાણીએ પરિજનો સાથે સેવાવ્રતીઓનું અભિવાદન કર્યુ #IndiaSalutes
5:11 PM, 22 Mar
જનતા કર્ફ્યુને લખનઉમાં લોકોનુ સમર્થન.
4:48 PM, 22 Mar
ગુજરાતના રાજકોટમાં જનતા કર્ફ્યુ દરમિયાન રસ્તા સુમસામ, ઘરમાંથી બહાર ન નીકળ્યા લોકો.
4:17 PM, 22 Mar
બાઈક સવાર સામે પોલિસકર્મી નમસ્તે કરી રહ્યા છે.
4:01 PM, 22 Mar
મીરા રોડ, મુંબઈમાં સન્નાટો, ઘરની બહાર ન આવ્યા લોકો.
3:42 PM, 22 Mar
બેંગલુરુમાં રાતે 9 વાગ્યાથી 12 વાગ્યા સુધી ધારા 144 લાગુ રહેશે - પોલિસ કમિશ્નર
3:31 PM, 22 Mar
મહારાષ્ટ્રના સીએમ ઉદ્ધવ ઠાકરેએ કાલે સવાર સુધી જનતા કર્ફ્યુ ચાલુ રાખવાની અપીલ કરી.
3:19 PM, 22 Mar
બેંગલુરુમાં રસ્તાઓ થયા સૂના, જનતા કર્ફ્યુને લોકોનુ સમર્થન
3:04 PM, 22 Mar
તમિલનાડુના રસ્તાઓ અને ગલીઓ સુમસામ, ઘરોથી બહાર ના આવ્યા લોકો
3:03 PM, 22 Mar
કર્ણાટકના શિવમોગામાં રસ્તા સુમસામ, જનતા કર્ફ્યૂને લોકોનું સમર્થન
2:54 PM, 22 Mar
લાંબો સમય સુધી ઘરમાં ના રહી શક્યા અમદાવાદીઓ, તો પોલીસે પકડ્યા અને પૂછ્યું કેમ ભાઈ ક્યાં ફરો છો?
2:50 PM, 22 Mar
ઉટી, તમિલનાડુમાં રસ્તા સુમસામ, લોકો ઘરની બહાર નથી આવ્યા
2:36 PM, 22 Mar
જનતા કર્ફ્યૂ દરમિયાન અમદાવાદ
2:25 PM, 22 Mar
જનતા કર્ફ્યૂ દરમિયાન હોસ્પિટલે પતિને ટિફિન આપી ઘરે જવા માટે રિક્ષા ના મળતા મહિલાને અમદાવાદ પોલીસે પોતાની વેનમાં બેસાડી ઘરે પહોંચાડી
2:14 PM, 22 Mar
ઉત્તર પ્રદેશના ગોરખપુરમાં પણ રસ્તા સૂમસામ, જનતા કર્ફ્યૂને લઈ લોકોનું સમર્થન
1:55 PM, 22 Mar
અરુણાચલ પ્રદેશના લોઅર દિબાંગ ઘાટી જિલ્લામાં સન્નાટો
1:38 PM, 22 Mar
ત્રિચિ - ચોંગાપલ્લી ટોલ પ્લાજા સુમસામ, જનતા કર્ફ્યૂને લોકોનું સમર્થન
1:35 PM, 22 Mar
જનતા કર્ફ્યૂ દરમિયાન દિલ્હીના કનૉટ પ્લેસમાં સન્નાટો પથરાયો
READ MORE

English summary
Coronavirus Janta Curfew 22 march india live updates
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X