Covid-19: 10 રાજ્યોમાં કોરોનાના વધતા કેસ માટે SARS-CoV-2 મ્યુટેશન નહિ, આ છે કારણ
નવી દિલ્લીઃ દેશમાં કોરોના વેક્સીનેશનનુ કામ યુદ્ધના ધોરણે ચાલી રહ્યુ છે. અત્યાર સુધી 1.30 કરોડથી વધુ લોકોને કોરોનાનો ડોઝ લગાવવામાં આવી ચૂક્યો છે. આ બધા વચ્ચે છેલ્લા એક સપ્તાહથી દેશના 10 રાજ્યોમાં સતત વધી રહેલા કોરોનાના નવા કેસોએ ચિંતા વધારી દીધી છે. ખાસ કરીને મહારાષ્ટ્ર, પંજાબ, કેરળ, છત્તીસગઢ અને તમિલનાડુમાં એ વાતની ચિંતા વધી રહી છે કે નવા કોરોના કેસોમાં વધારો SARS-CoV-2ના નવા વેરિઅન્ટ સાથે જોડાયેલો છે કે નહિ.
મની કંટ્રોલના એક રિપોર્ટ અનુસાર કોરોના કેસોમાં આવેલા વધારાના કારણે મ્યુટેશનથી વધુ સુપર સ્પ્રેડરની ઘટનાઓ થઈ શકે છે. કર્ણાટક સરકારના SARS-CoV-2ના જીનોમિક કન્ફર્મેશન માટે NIMHANમાં ન્યૂરોબાયોલૉજીના રિટાયર પ્રોફેસર ડૉ. વી રવિના જણાવ્યા મુજબ મહારાષ્ટ્રમાં કોરોનાના વધતા કેસો પાછળ કોરોનાનો કોઈ નવો સ્ટ્રેન હોવાના કોઈ પુરાવા મળ્યા નથી. પરંતુ સુપર સ્પ્રેડિંગ ઘટનાઓથી આને ટ્રિગર કરી શકાય છે જેના કારણે કમ્યુનિટી સ્પ્રેડ થયુ છે અને ટેસ્ટિંગ, ટ્રેકિંગ અને ટ્રેસિંગની કમી દેખાઈ રહી છે. તેમના જણાવ્યા મુજબ વાયરસ દર વખતે મ્યૂટેટ(વાયરસના જિનેટિક મટીરિયલમાં ફેરફાર થવો) થાય છે અને વધુ આવા વાયરસ હોય છે જેમાં આરએનએ તેમના કોરોના વાયરસ જેવા આનુવંશિક (જિનેટીક) પદાર્થના રૂપમાં હોય છે. મોટાભાગના મ્યૂટેશન એટલા નાના હોય છે કે વાયરસને પ્રભાવિત નથી કરતા.
અમુક બાબતોમાં મ્યૂટેશન વાયરસને ઈમ્યુન સિસ્ટમને છેતરવા, લોકોને સંક્રમિત કરવા અને ફરીથી ફેલાવાની ક્ષમતા મેળવવામાં મદદ કરે છે. ઉદાહરણ માટે SARS-CoV-2 વાયરસ મહિનામાં એખ કે બે મ્યુટેશન કરે છે. આ એચઆઈવી અને ઈન્ફ્લુએન્ઝા જેવા અન્ય વાયરસની સરખામણીમાં સામાન્ય અને બહુ ઓછા છે. જેટલો વધુ વાયરસ પ્રસારિત થાય એટલુ જ તેના ઉત્પરિવર્તન(મ્યુટેશન)ની સંભાવના હોય છે. સામૂહિક રસીકરણ સાથે ચહેરા પર માસ્ક, હાથની સફાઈ, સામાજિક અંતર(સોશિયલ ડિસ્ટંસીંગ) જેવા ઉપાય વાયરસને ફેલાવવાની શક્યતાને ઘટાડવામાં મદદ કરશે.
SAR-CoV-2 વાયરસના બે નવા વેરીઅન્ટ N440K અને E484Q મહારાષ્ટ્ર અને અમુક અન્ય રાજ્યોમાં મળી આવ્યા છે. સરકારે પહેલા જ સ્પષ્ટ કર્યુ હતુ કે મહારાષ્ટ્રમાં કોવિડ-19 કેસોની વર્તમાન સ્થિતિને આ બે વેરીઅન્ટ માટે જવાબદાર ન ગણી શકાય. ICMRએ આગળ જણાવ્યુ કે આ બે વાયરસ વેરીઅન્ટ વિશે અન્ય દેશમાં પણ જાણવા મળ્યુ છે. ભારતના અમુક રાજ્યોમાં પહેલા જોવા મળ્યા છે. માર્ચ અને જુલાઈ, 2020 સુધી મહારાષ્ટ્રમાં E484Q સ્ટ્રેન વિશે જાણવા મળ્યુ હતુ. તેલંગાના, આંધ્ર પ્રદેશ અને અસમમાં મે અને સપ્ટેમ્બર 2020 વચ્ચે 13 અલગ અલગ સમયે N440K મ્યુટેશનની સૂચના મળી. આઈસીએમઆરે કહ્યુ કે તે સ્થિતિ પર બારીકાઈથી નજર રાખી રહ્યા છે.
પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં ત્રણ દિવસ બાદ ફરીથી થયો વધારો