For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મહારાષ્ટ્રમાં ફરીથી વધી રહ્યા છે કોરોના કેસ, એક દિવસમાં સામે આવ્યા 5031 નવા દર્દી, સક્રિય કેસ પણ 50 હજારને પાર

મહારાષ્ટ્રમાં ફરીથી કોરોના વાયરસના કેસ વધી રહ્યા છે. મહારાષ્ટ્રમાં કોવિડ-19ના કેસ બુધવારે(25 ઓગસ્ટ)ના રોજ ફરીથી 5000નો આંકડો પાર કરી લીધો છે.

|
Google Oneindia Gujarati News

મુંબઈઃ મહારાષ્ટ્રમાં ફરીથી કોરોના વાયરસના કેસ વધી રહ્યા છે. મહારાષ્ટ્રમાં કોવિડ-19ના કેસ બુધવારે(25 ઓગસ્ટ)ના રોજ ફરીથી 5000નો આંકડો પાર કરી લીધો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 5031 નવા કેસ સામે આવ્યા છે અને 216 લોકોના મોત થયા છે. વળી, 4380 લોકો કોવિડ-19થી રિકવર થઈ ગયા છે. મહારાષ્ટ્રમાં નોંધવામાં આવેલા કુલ સક્રિય દર્દીઓની સંખ્યા 50,183 છે. મહારાષ્ટ્રમાં કોરોનાથી અત્યાર સુધી 136,571 લોકોના મોત થઈ ચૂક્યા છે. વળી, મુંબઈમાં છેલ્લા એક દિવસમાં 342 નવા કોવિડ-19ના કેસ સામે આવ્યા છે અને 4 લોકોના મોત થયા છે.

coronavirus

મુંબઈમાં હાલમાં સક્રિય કેસોની સંખ્યા 15,956 છે. વળી, પૂણેમાં સક્રિય કેસોની સંખ્યા 12,673 છે. ઠાણેમાં 7041 અને સતારામાં 5400 સક્રિય દર્દીઓની સંખ્યા છે. મહારાષ્ટ્રમાં બુધવારે કુલ 207,995 કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. મસીના હોસ્પિટલના ચિકિત્સા નિર્દેશક ડૉ. સત્યેન્દ્ર નાથ મહેરાએ કહ્યુ કે લોકો ધીમે-ધીમે કોવિડ-19 યોગ્ય વ્યવહારનુ પાલન કરવાનુ છોડી રહ્યા છે. ડૉ. મહેરાએ ચેતવણી આપીને કહ્યુ કે, 'અમે જોઈ રહ્યા છે કે લોકો સોશિયલ ડિસ્ટંસીંગને ફોલો નથી કરી રહ્યા અને માસ્ક પહેરવા અને સાવચેતી રાખવા બાબતે ખૂબ બેદરકાર થઈ ગયા છે. અમે ડેલ્ટા પ્લસ વાયરસના કેસોની વધતી સંખ્યા જોઈ રહ્યા છે અને જો આ ચાલુ રહ્યુ તો આપણે ત્રીજી લહેરનો સામનો કરવો પડી શકે છે.'

મહારાષ્ટ્રમાં ડેલ્ટા પ્લસના પણ કેસ વધી રહ્યા છે. કોરોના વાયરસના ડેલ્ટા પ્લસ કેસોની સંખ્યા રાજ્યમાં 100થી વધુ છે. ડેલ્ટા પ્લસના 27 નવા કેસોમાંથી ગઢચિરોલી અને અમરાવતીમાં 6-6, નાગપુરમાં 5, અહમદનગરમાં 4, યવતમાલમાં 3, નાસિકમાં 2 અને ભંડારા જિલ્લામાં એક કેસ સામે આવ્યો છે. હાલમાં જ બૃહદ મુંબઈ નગર નિગમ(બીએમસી)એ કહ્યુ હતુ કે ડેલ્ટા વેરિઅંટ મુંબઈમાં 128 સ્વાબ નમૂનામાં જોવા મળ્યુ છે. તપાસ માટે મોકલેલા 188 નમૂનામાં કોરોના વાયરસના ડેલ્ટા વેરિઅંટ જોવા મળ્યો છે. અન્ય નમૂનામાં બે આલ્ફા વેરિઅંટ અને 4 કપ્પા વેરિઅંટના કેસ સામે આવ્યા છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર ભારતમાં કોરોના મહામારીની બીજી લહેરને ડેલ્ટા વેરિઅંટે પ્રોત્સાહન આપ્યુ છે.

English summary
Coronavirus: New Covid cases 5031 active case is 50183 in Maharashtra.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X