કોરોના વાયરસને જવામાં સમય લાગશે, બાળકો માટે સૌથી વધુ ચિંતાઃ WHO
હાલમાં આખી દુનિયા કોરોના વાયરસ(કોવિડ-19) સંકટનો સામનો કરી રહી છે. ચીનના વુહાન શહેરથી ફેલાયેલ આ વાયરસે દુનિયામાં અત્યાર સુધી બે લાખથી વધુ લોકોના જવ લઈ લીધા છે. સાથે જ 30 લાખ લોકો આ વાયરસથી સંક્રમિત છે. વળી, વિશ્વા આરોગ્ય સંગઠન(ડબ્લ્યુએચઓ)ના મહાનિર્દેશક ટેડ્રોસ અધનોમ ગ્રેબેસિયસે હવે બાળકો માટે ચિંતા વ્યક્ત કરી છે. તેમણે સોમવારે કહ્યુ કે મહામારીની અસર અન્ય આરોગ્ય સેવાઓ પર પડી રહી છે જે વિશે WHO બહુ ચિંતિત છે, ખાસ કરીને બાળકો માટે.
વિશ્વ આરોગ્ય સંગઠનના મહાનિર્દેશકે કહ્યુ કે જીએવીઆઈ ગ્લોબલ નામની વેક્સીન અલાયન્સનુ અનુમાન છે કે 21 દેશ એવા છે જે વેક્સીનની ઉણપનો સામનો કરી રહ્યા છે કારણકે કોરોનાના કારણે બૉર્ડર બંધ છે અને પરિવહનના કોઈ સાધન પણ ઉપલબ્ધ નથી થઈ રહ્યા. ગ્રેબેસિયસે કહ્યુ કે મહામારીના વધતા પ્રકોપને જોતા સંગઠન આફ્રિકા, પૂર્વી યુરોપ, લેટિન અમેરિકા સહિત ઘણા અન્ય દેશો માટે વધુ ચિંતિત છે. તેમણે આગળ કહ્યુ કે કોવિડ 19ના કારણે સહારા-આફ્રિકાના 41 દેશોમાં મેલેરિયા સામે અભિયાનમાં અડચણો આવવાનુ જોખમ છે.
સ્થિતિ વધુ ખરાબ થઈ તો સબ-સહારા આફ્રિકાના દેશોમાં મેલેરિયાથી મોતની સંખ્યા બમણા સુધી વધી શકે છે. અમે આ દેશોને સમર્થન આપવા પર કામ કરી રહ્યા છે. ડબ્લ્યુએચઓના મહાનિર્દેશકે કહ્યુ કે ડબ્લ્યુએચઓએ ઈબોલા વેક્સીનના વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી હતી અને અમે કોવિડ-19 માટે પણ આમ કરી રહ્યા છે. કોવિડ-19 વેક્સીન ઝડપથી વિકસિત કરવા પર કામ ચાલી રહ્યુ છે. આ સાથે જ તેમણે કહ્યુ કે દુનિયાના તમામ દેશોના સંગઠનના વાત સાંભળવી જોઈતી હતી. જ્યારે તેમણે આ વાયરસ વિશે 30 જાન્યુઆરીએ પબ્લિક હેલ્થ ઈમરજન્સી ઑફ ઈન્ટરનેશનલ કંસર્ન જાહેર કર્યુ હતુ. આ દરમિયાન ચીનની બહાર માત્ર 82 કેસ સામે આવ્યા હતા અને કોઈ પણ મોત થયુ નહોતુ. આ દરમિયાન આખી દુનિયાએ ડબ્લ્યુએચઓની વાતને ધ્યાનથી સાંભળવી જોઈતી હતી.
આ પણ વાંચોઃ કોરોના વચ્ચે અંતરિક્ષથી ધરતી પર આવી રહી છે આ આફત, 24 કલાક બાકી