લૉકડાઉન બાદ પંજાબમાં કર્ફ્યુનુ એલાન, જરૂરી સેવાઓ સિવાય કોઈ છૂટ નહિ
પંજાબમાં સોમવારે કર્ફ્યુ લગાવી દેવામાં આવ્યો છે. પંજાબમાં સીએમ અમરિંદર સિંહે કર્ફ્યુનો આદેશ જારી કરી દીધો છે. એક દિવસ પહેલા પંજાબ સરકારે રાજ્યમાં લૉકડાઉનના આદેશ આપ્યા હતા. સોમવારે કડકાઈ વધારીને સંપૂર્ણપણે કર્ફ્યુ લગાવી દેવામાં આવ્યો છે. હવે રાજ્યમાં માત્ર એ જ લોકોને બહાર નીકળવાની છૂટ મળશે જેમને કર્ફ્યુમાં મળે છે. રાજ્યમાં જરૂરી સેવાઓને છોડીને બધા કાર્યાલય, વેપારી પ્રતિષ્ઠાન અને અવરજવર બંધ રહેશે.
પંજાબ સરકારે એક દિવસ પહેલા કોરોના વાયરસના ખતરાને જોતા આખા રાજ્યમાં 31 માર્ચ સુધી લૉકડાઉન(બંધ) લાગુ કરવાનો નિર્ણય કર્યો હતો. પંજાબમાં શનિવારે એક જ દિવસમાં 11 કેસ સામે આવ્યા બાદ રવિવારે સરકારે લૉકડાઉનનો નિર્ણય લીધો હતો. એક દિવસ બાદ સોમવારે સરકારે સંપૂર્ણપણે લૉકડાઉનનો નિર્ણય કર્યો છે. પંજાબમાં અત્યાર સુધી કોરોના સંક્રમણના 21 કેસોની પુષ્ટિ થઈ ચૂકી છે. એક વ્યક્તિનુ મોત પણ રાજ્યમાં કોરોનાના કારણે થયુ છે. વળી, પંજાબ વિજિલ્ન્સ બ્યુરોના બધા કર્મચારીઓએ પોતાની એક દિવસની સેલેરી મુખ્યમંત્રી રાહતકોષમાં આપવાનુ એલાન કર્યુ છે.
પંજાબ સહિત દેશભરમાં કોરોનાના દર્દીઓની સંખ્યા ઝડપથી વધી રહી છે. સોમવારે ભારતમાં કોરોના વાયરસના દર્દીઓની સંખ્યા વધીને 415 થઈ ગઈ છે. વળી, સાત લોકોના મોત આ વાયરસથી અત્યાર સુધીમાં થયા છે. કોરોના વાયરસનો ખતરો સતત વધી રહ્ય છે. દેશમાં સૌથી વધુ પ્રભાવિત રાજ્ય મહારાષ્ટ્ર છે. પંજાબ, કેરળ, દિલ્લી, યુપી, કર્ણાટકમાં પણ સતત કેસ વધી રહ્યા છે.
દુનિયાની વાત કરીએ તો આ વાયરસથી સંક્રમિત લોકોની સંખ્યા સાડા ત્રણ લાખને પાર કરી ગઈ છે. દુનિયાભરમાં 14000થી વધુ લોકોના મોત આ વાયરસના કારણે થયા છે. ચીન બાદ હવે ઈટલી અને ઈરાનમાં કોરોના સૌથી વધુ કહેર વર્તાવી રહ્યુ છે. ઈટલીમાં 5476, સ્પેનમાં 1772, ચીનમાં 3270, ઈરાનમાં 1685 મોત કોરોનાના કારણે થઈ ગયા છે.
આ પણ વાંચોઃ પાકિસ્તાનમાં કોરોનાનો કહેર, બલુચિસ્તાનમાં સેના બોલાવવી પડી!