For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પંજાબ CM અમરિંદર સિંહનો કેન્દ્રનો પત્ર, 10મા, 12મા બોર્ડની પરીક્ષાઓ ટાળવાની માંગ

પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે બોર્ડની પરીક્ષાઓ ટાળવાની માંગ કરી છે.

|
Google Oneindia Gujarati News

ચંદીગઢઃ પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે બોર્ડની પરીક્ષાઓ ટાળવાની માંગ કરી છે. દેશમાં સતત વધી રહેલા કોરોના વાયરસના સંક્રમણને જોતા પંજાબ સીએમે કેન્દ્ર સરકારને અપીલ કરી છે કે 10મા અને 12મા બોર્ડની પરીક્ષાઓ ટાળી દેવામાં આવે. કેપ્ટન અમરિંદર સિંહે બોર્ડ પરીક્ષાઓને ટાળવાની માંગ કરીને બુધવારે કેન્દ્ર સરકારને પત્ર લખ્યો છે.

Amarinder Singh

કેજરીવાલ પણ કરી રહ્યા છે પરીક્ષાઓ ટાળવાની માંગ

દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પણ પરીક્ષાઓ ન કરવાની વાત કહી ચૂક્યા છે. મંગળવારે તેમણે કેન્દ્ર સરકારને અપીલ કરી કે સીબીએસઈની પરીક્ષાઓને રદ કરવામાં આવે. કેજરીવાલનુ કહેવુ છે કે કોઈ બીજો વિકલ્પ શોધવામાં આવી શકે છે કારણકે અત્યારની પરિસ્થિતિમાં પરીક્ષાઓ કરાવવી યોગ્ય નથી. હાલના સમયમાં બાળકોને જોખમમાં ન નાખી શકાય.

સતત વધી રહ્યા છે કોરોના કેસ

દેશમાં કોરોના વાયરસના કેસ બહુ ઝડપથી વધી રહ્યા છે. બુધવારે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જણાવ્યુ કે નવા કેસોમાં ઝડપથી થઈ રહેલા વધારાને કારણે દેશમાં સક્રિય કેસ વધીને 13,65,704 સુધી પહોંચી ગયા છે. વળી, કોરોના વાયરસ અત્યાર સુધી કુલ 1,72,085 લોકોના જીવ લઈ ચૂક્યો છે. આ દરમિયાન દેશમાં ચાલી રહેલ રસીકરણ અભિયાનમાં અત્યાર સુધી 11,11,79,578 લોકોને કોરોના વાયરસની વેક્સીન પણ આપવામાં આવી ચૂકી છે.

ગુજરાતઃ 24 કલાકમાં મળ્યા અત્યાર સુધીના સૌથી વધુ 6690 દર્દીગુજરાતઃ 24 કલાકમાં મળ્યા અત્યાર સુધીના સૌથી વધુ 6690 દર્દી

English summary
Coronavirus: Punjab CM Captain Amarinder Singh writes to centre seeking postpen 10th and 12th.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X