Coronavirus: કોરોના વાયરસથી બચવા શું કરવુ અને શું ન કરવુ, જાણો અહીં
ભારતમાં પણ ખતરનાક કોરોના વાયરસે દસ્તક દઈ દીધી છે. અહીં સોમવારે જ્યાં રાજધાની દિલ્લી અને તેલંગાનામાં એક-એક પોઝિટિવ કેસ આવ્યા ત્યાં મંગળવારે અમુક સેમ્પલ્સને ટેસ્ટિંગ માટે મોકલવામાં આવ્યા. આ જાનલેવા વાયરસની દહેશત વચ્ચે આરોગ્ય મંત્રાલય તરફથી વાયરસથી બચવા માટે શું કરવુ અને શું કરવુ તેની એક યાદી જાહેર કરવામાં આવી છે. આરોગ્ય મંત્રાલય તરફથી આવેલા આ સૂચન સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. એક નજર નાખીએ કે તમારે વાયરસથી બચવા માટે શું કરવાનુ છે અને શું કરવાથી બચવાનુ છે.
શું કરશો જેથી વાયરસથી બચી શકાય
આરોગ્ય મંત્રાલય તરફથી જારી એડવાઈઝરીમાં નાગરિતકોને અપીલ કરવામાં આવી છે કે આ સૂચનોને માનો અને પોતાની સાથે સાથે પોતાની આસપાસના લોકોને વાયરસથી બચાવવાની કોશિશ કરો. મંત્રાલય તરફથી નાગરિકોને કહેવામાં આવ્યુ છે -
- પોતાની વ્યક્તિગત સુરક્ષાનુ ધ્યાન રાખો.
- વારંવાર પોતાના હાથોને સાબુથી ધુઓ.
- છીંકતી કે ખાંસતી વખતે પોતાના મોઢાને ઢાંકીને રાખો.
- સાબુ અને વહેતા પાણીથી પોતાના હાથને સાફ કરો ખાસ કરીને ત્યારે જ્યારે હાથ ગંદા હોય.
- આલ્કોહોલ બેઝ્ડ સેનિટાઈઝરથી હાથને સાફ રાખો.
- ઉપયોગમાં આવી ચૂકેલ ટિશ્યુઝને યુઝ કર્યા બાદ તરત જ ડસ્ટબિનમાં ફેંકી દો.
- જો તમારી તબિયત ખરાબ હોય તો તરત જ ડૉક્ટર પાસે જાવ.
વાયરસથી બચવા માટે આ વસ્તુથી બચો
- જો કોઈને તાવ કે પછી ખાંસી હોય તો તેના સંપર્કમાં આવવાથી બચો.
- સાર્વજનિક સ્થળ પર ન થૂંકો.
- જીવતા જાનવરના સંપર્કમાં આવવાથી બચો.
- કાચુ માંસ કે અધકચરા રાંધેલા માંસને ખાવાથી બચો.
- ખેતરો, જીવતા જાનવરોના માર્કેટ કે પછી એવી જગ્યાઓ જ્યાં જાનવરો કપાતા હોય ત્યાં જવાથી બચો
આ પણ વાંચોઃ કોરોના વાયરસના વધતા ખતરા વચ્ચે આવી રીતે રહો સુરક્ષિત