સંકટની ઘડીમાં શિરડી સાંઈ ટ્રસ્ટે સીએમ રિલીફમાં ફંડમાં આપ્યા 51 કરોડ રૂપિયા
શ્રીસાંઈબાબા સંસ્થાન ટ્રસ્ટ, શિરડીએ મહારાષ્ટ્ર સીએમ રિલીફ ફંડમાં 51 કરોડ રૂપિયા આપ્યા છે. સાંઈ ટ્રસ્ટે કોરોના સામે લડાઈમાં મદદ માટે મહારાષ્ટ્ર સરકારને આ પૈસા આપ્યા છે. મહારાષ્ટ્ર દેશના એ રાજ્યોમાંથી છે જે કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત છે. મહારાષ્ટ્રમાં કોરોના વાયરસથી સંક્રમિત 130 લોકોને કેસ સામે આવી ચૂક્યા છે. મહારાષ્ટ્રમાં મંગળવારથી કર્ફ્યુ લાગેલો છે.
કોરોના સામે જંગ લડવા માટે સામાન્ય લોકો પણ મદદ કરી રહ્યા છે. વળી, અલગ અલગ ક્ષેત્રો સાથે જોડાયેલા લોકો પણ સામે આવી રહ્યા છે. ગુરુવારે જ પ્રભાસે ચાર કરોડ રૂપિયા પીએમ રિલીફ ફંડમાં દાન કર્યા છે.સીઆરસીએફના કર્મચારી એક દિવસની સેલેરી દાન કરી ચૂક્યા છે. તેલંગાનાના બધા કર્મચારી એખ દિવસનુ વેતન સીએમ રિલીફ ફંડમાં આપી ચૂક્યા છે. ક્રિકેટર સચિન તેંડુલકરે 25 લાખ રૂપિયા આપ્યા છે.
બીજી તરફ કોરોનો ખતરો વધતો જઈ રહ્યો છે. શુક્રવારે કોરોના વાયરસના દર્દીઓની સંખ્યા દેશમાં 700ને ઉપર પહોંચી ચૂકી છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના લેટેસ્ટ આંકડાઓ મુજબ દેશમાં હાલમાં કોરોનાના કુલ 724 કેસ સામે આવ્યા છે. આમાંથી 640 દર્દીઓનો હોસ્પિટલમાં ઈલાજ ચાલી રહ્યો છે. વળી, 66 દર્દી હોસ્પિટલમાંથી ઠીક થઈને ઘરે જઈ ચૂક્યા છે. વળી, 18 લોકોના અત્યાર સુધી કોરોનાની ચપેટમાં આવવાથી મોત થઈ ચૂકી છે. કોરોના સંક્રમણને કાબુ કરી શકાય એટલા માટે આખા દેશમાં 21 દિવસનુ લૉકડાઉન છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 25 માર્ચથી આખા દેશમાં લૉકડાઉનનુ એલાન કર્યુ છે.
કોરોના વાયરસથઈ દુનિયાભરમાં સંક્રમિત લોકોની સંખ્યા 5 લાખ 33 હજાર થઈ ગઈ છે. અત્યાર સુધી દુનિયામાં 24 હજાર લોકોના મોત આ વાયરસના સંક્રમણથી થઈ ચૂક્યા છે. ઘણા દેશોમાં કોરોના ખરાબ રીતે કહેર વર્તાવી રહ્યો છે. ફ્રાંસ, અમેરિકા, ઈરાનમાં સતત મોત થઈ રહ્યા છે. સ્પેનમાં ગુરુવારે 718 લોકોના મોત આ વાયરસના કારણે થયા.