For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Coronavirus: આરોગ્ય વિભાગે કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખી રાજ્યો આપાઇ સૂચનો, જાણો નિયમો

ભારત સરકાર દ્વારા રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોને સલાહ આપવામાં આવી છે કે, તેઓ તમામ કોવિડ-19 પોઝિટિવ કેસોના સેમ્પલ INSACOG લેબોરેટરીમાં મોકલે છે, જેથી કરીને નવા વેરિએન્ટ શોધી શકાય છે.

|
Google Oneindia Gujarati News

Coronavirus : વર્તમાન સમયમાં કોરોના સંક્રમણને કારણે સમગ્ર દુનિયાની ચિંતા ફરી એક વાર વધી ગઇ છે. આવા સમયે ચીનમાં કોરોના વાયરસનું સંક્રમણ રેકોર્ડ સ્તરે વધી રહ્યું છે. ચીનમાં કોરોના સંક્રમણને કારણે મોટી સંખ્યામાં મૃત્યુ થયા છે. જેના કારણે સ્મશાન મૃતદેહોથી ઉભરાઈ રહ્યા છે. આ કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખીને ભારતમાં પણ સાવચેતીના પગલા લેવાની શરૂ થઈ ગઈ છે.

Coronavirus

આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ બુધવારના રોજ જણાવ્યું હતું કે, સમીક્ષા બેઠક બોલાવી હતી. જેમાં ઘણા મોટા નિર્ણયો લેવામાં આવ્યા હતા. સ્વાસ્થ્ય મંત્રાલયના સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, કોવિડ-19 માટે આંતરરાષ્ટ્રીય મુસાફરોના રેન્ડમ સેમ્પલિંગ આજથી દેશના એરપોર્ટ પર શરૂ થઈ ગયા છે.

આવા સમયે ભારત સરકાર દ્વારા રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોને સલાહ આપવામાં આવી છે કે, તેઓ તમામ કોવિડ-19 પોઝિટિવ કેસોના સેમ્પલ INSACOG લેબોરેટરીમાં મોકલે છે, જેથી કરીને નવા વેરિએન્ટ શોધી શકાય છે.

કોરોના સંક્રમણનો ગ્રાફ ફરી એકવાર વધી રહ્યો છે. આ સાથે કોરોના સંક્રમણ આરોગ્ય વિભાગની ચિંતામાં વધારો કરવામાં આવી રહ્યો છે. ઘણા દેશમાં છેલ્લા કેટલાક દિવસોમાં કોરોના સંક્રમણમાં વધારો થયો છે. જોકે, ભારતમાં કોરોના સંક્રમણમાં વધારો થયો નથી. સંભવિત જોખમને ધ્યાનમાં રાખીને ભારત સરકાર પણ તમામ રાજ્યોને એલર્ટ રહેવા માટે જણાવ્યું છે. આ સાથે આરોગ્ય વિભાગે કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખીને સાવચેતીના પગલા લેવા માટે જણાવ્યું છે.

જાપાન, અમેરિકા અને ચીનમાં કોરોના સંક્રમણના કેસો વધ્યા બાદ આરોગ્ય મંત્રાલય દ્વારા રાજ્યોને જીનોમ સિક્વન્સિંગ વધારવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. જીનોમ સિક્વન્સિંગ વધારવા પાછળનું સૌથી મોટું કારણ એ છે કે, નવા પ્રકારો અને તેમના ફેલાવાને સમયસર શોધી શકાય છે.

English summary
Coronavirus : the states have given instructions Keeping in view the corona infection from health ministry
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X