For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોરોનાની ત્રીજી લહેરઃ ઓમિક્રૉને યુવાનોને કર્યા વધુ પ્રભાવિત, વેક્સીનેટ લોકોના મોતનો આંકડો ઘણો ઓછો

કોરોના વાયરસી ત્રીજી લહેરમાં ઓમિક્રૉને યુવા દર્દીઓને વધુ પ્રભાવિત કર્યા છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ કોરોના વાયરસી ત્રીજી લહેરમાં ઓમિક્રૉને યુવા દર્દીઓને વધુ પ્રભાવિત કર્યા છે. આરોગ્ય મંત્રાલયે ગુરુવારે(03 ફેબ્રુઆરી)એ કહ્યુ કે કોરોનાની ત્રીજી લહેરમાં બધા લક્ષણો ઓછા હતા. માટે લોકોએ દવાઓનો ઉપયોગ પણ ઓછો કરવો પડ્યો. જો કે, ઓમિક્રૉનથી યુવા દર્દીઓ વધુ પ્રભાવિત થયા. આ વખતની લહેરમાં પૉઝિટિવ દર્દીઓમાં જટિલતાઓ કે મોતની વધુ સંભાવનાઓ નહોતી.

omicron

ભારતીય ચિકિત્સા અનુસંધાન પરિષદ(આઈસીએમઆર)ના પ્રમુખ, ડૉ. બલરામ ભાર્ગવે કહ્યુ, સંપૂર્ણપણે રસીકરણથી મોતના રિપોર્ટ ઘણા ઓછા એટલે કે 10 ટકાથી પણ ઓછા હતા. વળી, મરનારમાં 91 ટકા લોકો કો-મૉર્બિડીટીવાળા હતા. જ્યારે રસી ન લેનારામાં 21 ટકાના મોત થયા છે. વળી, 83 ટકા મૃતકો કૉ-મૉર્બિડિટીવાળા હતા. આ આંકડાથી સ્પષ્ટ થાય છે કે વેક્સીન કોરોનાથી મહત્વપૂર્ણ સુરક્ષા આપે છે.

ડૉ. ભાર્ગવે સમજાવ્યુ કે કોરોનાના વેરિઅંટ પર કરવામાં આવેલ અભ્યાસથી જાણવા મળ્યુ છે કે ઓમિક્રૉનથી વધુ પ્રભાવિત યુવા દર્દી થયા છે. ઓમિક્રૉનથી 44 વર્ષથી ઓછી ઉંમરના લોકો વધુ પ્રભાવિત થયા છે. જો કે, તેમાં પણ 66 ટકા લોકો કો-મૉર્બિડિટીવાલા હતા. આ વેરિઅંટમાં ગળામાં ખારાશની ફરિયાદ 29 ટકા હતી જ્યારે પહેલા 16 ટકા રોગી હતા.

આરોગ્ય મંત્રાલયની સાપ્તાહિક પ્રેસ કૉન્ફરન્સમાં જાહેર અન્ય એક મહત્વપૂર્ણ ડેટામાં કહેવામાં આવ્યુ કે વર્તમાન ડેટાએ સંકેત આપ્યા છે કે પહેલાના ઉછાળા દરમિયાન જોવામાં આવેલ પુરાવા વિરુદ્ધ, વર્તમાન સંક્રમણ સાથે, સર્જરી સુરક્ષિત છે અને કોરોના પૉઝિટિવ દર્દીઓમાં જટિલતાઓ કે મોતની ઉચ્ચ સંભાવનાઓ ઓછી છે.
આરોગ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે કહ્યુ, 'માટે, જે દર્દીઓને સર્જરીની જરુર હોય છે, તેમને વર્તમાનમાં સર્જીકલ હસ્તક્ષેપની ના પાડવાની જરુર નથી.' તેમણે કહ્યુ કે જો કે દેશમાં કોવિડ-19ના કેસોમાં ઘટાડો આવ્યો છે પરંતુ હજુ પણ ગુરુવાર સુધી 15,33,921 સક્રિય કેસ છે.

English summary
Coronavirus third wave saw an increase in number of younger patients
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X