For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારતમાં કોરોના વાયરસનો કહેર, છેલ્લા 24 કલાકમાં 106 નવા કેસ, 6ના મોત

દેશમાં કોરોના વાયરસની સ્થિતિ વિશે આરોગ્ય તેમજ પરિવાર કલ્યાણ મંત્રાલયે રવિવારે પ્રેસ કૉન્ફરન્સ કરીને જણાવ્યુ કે દેશમાં અત્યાર સુધી કોવિડ-19ના 979 કેસ છે.

|
Google Oneindia Gujarati News

દેશમાં કોરોના વાયરસની સ્થિતિ વિશે આરોગ્ય તેમજ પરિવાર કલ્યાણ મંત્રાલયે રવિવારે પ્રેસ કૉન્ફરન્સ કરીને જણાવ્યુ કે દેશમાં અત્યાર સુધી કોવિડ-19ના 979 કેસ છે. મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે જણાવ્યુ કે અત્યાર સુધી દેશમાં કોરોના વાયરસથી 979 લોકો સંક્રમિત છે. આમાંથી 25 લોકોના મોત થઈ ચૂક્યા છે. સચિવે જણાવ્યુ કે છેલ્લા 24 કલાકમાં 106 નવા કેસ સામે આવ્યા છે અને છ લોકોના મોત નીપજ્યા છે. તેમણે જણાવ્યુ કે ભારતીય રેલવે હેઠળ છેલ્લા પાંચ દિવસોમાં અનાજ, ખાંડ, મીઠુ, કોલસો, પેટ્રોલિયમ વગેરે જેવી વસ્તુઓનુ પરિવહન કરતી 1.25 લાખ ગાડીઓનુ સંચાલન કરવામાં આવ્યુ છે.

કોરોના વાયરસના દર્દીઓ માટે વિશેષ વ્યવસ્થા

કોરોના વાયરસના દર્દીઓ માટે વિશેષ વ્યવસ્થા

આ સાથે જ તેમણે જણાવ્યુ કે જે લોકોના મોત થયા છે તેમાંથી મોટાભાગના ડાયાબિટીઝ, હાઈપર ટેન્શન અને કિડનીથી પીડિત હતા. આરોગ્ય મંત્રાલયે જણાવ્યુ કે કોરોના વાયરસના દર્દીઓ માટે વિશેષ રૂમ, હોસ્પિટલો માટે કહેવામાં આવ્યુ છે, બીજા દર્દીઓથી તેમને અલગ કરવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. આ સાથે જ લવ અગ્રવાલે જણાવ્યુ, ભારતીય રેલવે હેઠળ ખાદ્ય વસ્તુઓ, ખાંડ, મીઠુ, કોલસો, પેટ્રોલિયમ વગેરે જેવી જરૂરી વસ્તુઓનુ પરિવહન કરતા 1.25 લાખ વેગન છેલ્લા 5 દિવસોમાં સંચાલિત કરવામાં આવ્યા છે.

34,931 લોકોના ટેસ્ટ કર્યા

34,931 લોકોના ટેસ્ટ કર્યા

આઈસીએમઆરના આર ગંગા કેતકરે જણાવ્યુ કે રવિવાર સુધી અમે 34,931 લોકોના ટેસ્ટ કર્યા છે. ઈન્ડિયન કાઉન્સિલ ઑફ મેડીકલ રિસર્ચ (ICMR) નેટવર્કમાં ક્ષમતાનો ઉપયોગ લગભગ 30 ટકા છે. અમે અમુક પ્રયોગશાળાઓમાં વધારો કર્યો છે. 113ને કાર્યાત્મક બનાવવામાં આવ્યા છે અને 47 ખાનગી પ્રયોગશાળાઓને મંજૂરી આપવામાં આવી છે.

એક દિવસમાં અત્યાર સુધીમાં સૌથી વધુ 179 કેસ

એક દિવસમાં અત્યાર સુધીમાં સૌથી વધુ 179 કેસ

ભારતમાં શનિવારે કોરોના વાયરસના એક દિવસમાં અત્યાર સુધીમાં સૌથી વધુ 179 કેસ સામે આવ્યા છે. આ દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મુખ્ય સચિવ ડૉક્ટર પીકે મિશ્રાની અધ્યક્ષતામાં ઈમરજન્સી મીટિંગ બોલાવી છે. પીએમઓમાં બોલાવેલી આ બેઠકમાં કોરોના વાયરસથી ઉભી થયેલી ઈમરજન્સીની સ્થિતિ સામે લડવા માટે 10 ગ્રુપ બનાવવામાં આવ્યા છે.

આ પણ વાંચોઃ કોરોનાઃ RBI ગવર્નરે કરી અપીલ, ‘રોકડ લેવડ-દેવડ નહિ માત્ર ડિજિટલ પેમેન્ટ કરો'આ પણ વાંચોઃ કોરોનાઃ RBI ગવર્નરે કરી અપીલ, ‘રોકડ લેવડ-દેવડ નહિ માત્ર ડિજિટલ પેમેન્ટ કરો'

English summary
Coronavirus: Till now there have been 979 confirmed cases in the country, says Love Agrawal.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X