દેશમાં ફરીથી 24 કલાકમાં 1.61 લાખ કોરોના કેસ અને 879 મોત, સંક્રમણ મામલે બીજા નંબરે પહોંચ્યુ ભારત
મંગળવારે(13 એપ્રિલ) પણ છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 1,61,736 નવા કેસ સામે આવ્યા છે.
નવી દિલ્લીઃ ભારતમાં છેલ્લા એક સપ્તાહથી કોરોના વાયરસ સંક્રમણના એક લાખથી વધુ કેસ સામે આવી રહ્યા છે. મંગળવારે(13 એપ્રિલ) પણ છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 1,61,736 નવા કેસ સામે આવ્યા છે અને 879 લોકોના મોત થયા છે. વળી, છેલ્લા 24 કલાકમાં 97,168 લોકો રિકવર થઈને હોસ્પિટલથી ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. ભારતમાં કુલ પૉઝિટીવ કેસોની સંખ્યા 1,36,89,453 થઈ ગઈ છે. વળી, કોરોના મહામારીથી અત્યાર સુધી 1,71,058 લોકોના મોત થઈ ચૂક્યા છે. દેશમાં સક્રિય કેસોની સંખ્યા 12,64,698 છે અને ડિસ્ચાર્જ થયેલા કોસની કુલ સંખ્યા 1,122,53,697 છે. દેશમાં અત્યાર સુધી 10,85,33,085 લોકોને કોરોના વાયરસની વેક્સીન લગાવવામાં આવી છે. કોરોના વાયરસ સંક્રમિત કેસોમાં ભારત બ્રાઝિલને પાછળ રાખીને બીજા સ્થાને પહોંચી ગયુ છે.

ભારતીય ચિકિત્સા અનુસંધાન પરિષદ (આઈસીએમઆર)ના જણાવ્યા મુજબ ભારતમાં કાલ સુધી(12 એપ્રિલ) કોરોના વાયરસ માટે કુલ 25,92,07,108 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવી ચૂક્યા છે જેમાંથી 14,00,122 સેમ્પલ ટેસ્ટ કાલે એટલે કે 12 એપ્રિલને એક જ દિવસમાં કરવામાં આવ્યા છે. વળી, ડ્રગ કંટ્રોલર જનરલ ઑફ ઈન્ડિયાએ સ્પૂતનિક-5 વેક્સીનના ઈમરજન્સી ઉપયોગને મંજૂરી આપી દીધી છે. સ્પૂતનિક-5 વેક્સીને રશિયામાં વિકસિત કરવામાં આવી છે.
ભારત કોરોના સંક્રમણ માંમલે પહેલા દુનિયાભરમાં ત્રીજા સ્થાને હતુ અને બ્રાઝિલ બીજા સ્થાને. પરંતુ કોરોનાના વધતા કેસો વચ્ચે ભારત વિશ્વભરમાં સંક્રમણ મામલે બીજા નંબરે પહોંચી ગયુ છે. અમેરિકાના જૉન હૉપકિન્સ વિશ્વવિદ્યાલયના આંકડાની માનીએ તો ભારત કોરોના સંક્રમિત કેસોમાં વિશ્વનો બીજો ટૉપ દેશ બની ગયો છે. પહેલા સ્થાને અમેરિકા છે. અમેરિકામાં કોરોનાના સૌથી વધુ 3,11,98,055 કેસ આવી ચૂક્યા છે.
દુનિયાભરમાં કોરોનાના કેસ 13 કરોડ 61 લાખ સુધી પહોંચી ચૂક્યા છે. દેશમાં સોમવારે(12 એપ્રિલ)ના રોજ અત્યાર સુધીના સર્વાધિક 1,68,912 નવા કેસ સામે આવ્યા હતા. ભારતમાં કોરોનાના વધતા કેસો વચ્ચે દેશમાં સંક્રમિત લોકોના સ્વસ્થ થવાનો દર 90 ટકાથી ઓછો રહી ગયો છે.












Click it and Unblock the Notifications
