ભારતમાં છેલ્લા 24 કલાકમાં 2858 નવા કોરોના કેસ, 11 લોકોના કોવિડથી મોત
નવી દિલ્લીઃ ભારતમાં કોરોના વાયરસના શનિવારે(14 મે)ના રોજ 3 હજારથી ઓછા કેસ સામે આવ્યા છે. કેન્દ્રીય મંત્રાલયના આંકડાઓ મુજબ શનિવારે સવારે 8 વાગ્યા સુધી છેલ્લા 24 કલાકમાં ભારતમાં 2858 નવા કોવિડ-19 કેસ નોંધવામાં આવ્યા છે. વળી, આ દરમિયાન એક દિવસમાં કોરોનાથી 11 લોકોના મોત થયા છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં 3355 લોકોની કોરોના વાયરસથી રિકવરી થઈ છે.

દેશમાં સક્રિય કેસોની સંખ્યા 18 હજાર
દેશમાં સક્રિય કેસોની સંખ્યા 18,096 થઈ ગઈ છે. દેશમાં કોરોનાના કુલ કેસોની સંખ્યા 4.31 કરોડથી વધુ થઈ ગઈ છે. વળી, કોવિડ-19 દેશમાં મરનારની કુલ સંખ્યા 5 લાખ 24 હજાર 201 છે. દેશમાં કોરોનાથી કુલ રિકવરી 4,25,76,815 છે.

વેક્સીનેશનનો આંકડો 191.15 કરોડ
દેશમાં દૈનિક પૉઝિટિવિટી દર 0.59 ટકા છે. દેશમાં રસીકરણનો કુલ આંકડો 1,91,15,90,370 છે. છેલ્લા 24 કલાકમાં 15 લાખ 4 હજાર 734 લોકોને કોરોનાની રસી આપવામાં આવી છે.

દિલ્લીમાં વધ્યા કોરોના કેસ
દિલ્હીમાં કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યા છે. દિલ્હીમાં શુક્રવારે (13 મે) ના રોજ 899 નવા COVID-19 કેસ અને ચાર મૃત્યુ નોંધાયા, જે બે મહિનામાં સૌથી વધુ દૈનિક આંકડો છે. દિલ્હીમાં છેલ્લે 4 માર્ચે ચાર મૃત્યુ નોંધાયા હતા. શહેરનો પૉઝિટિવિટી દર વધીને 3.34 ટકા થયો હતો.