કોરોના કેસોમાં બહુ મોટો ઘટાડો, 24 કલાકમાં મળ્યા 14313 નવા કેસ અને 26579 દર્દી થયા રિકવર

તહેવારની સિઝનમાં કોરોના વાયરસના દર્દી વધવાની સંભાવના વચ્ચે સંક્રમણના નવા કેસોમાં સૌથી મોટો ઘટાડો નોંધવામાં આવ્યો છે.

નવી દિલ્લીઃ તહેવારની સિઝનમાં કોરોના વાયરસના દર્દી વધવાની સંભાવના વચ્ચે સંક્રમણના નવા કેસોમાં સૌથી મોટો ઘટાડો નોંધવામાં આવ્યો છે. કેન્દ્રીય આરોગ્ય તેમજ પરિવાર કલ્યાણ મંત્રાલયે મંગળવારે આંકડા જાહેર કરીને જણાવ્યુ કે છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના વાયરસના 14313 નવા કેસ મળ્યા છે જ્યારે 26579 દર્દી રિકવર થયા છે. આરોગ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ છેલ્લા 224 દિવસોમાં કોરોના વાયરસના કેસોમાં આ સૌથી મોટો ઘટાડો છે. આ નવા આંકડા સાથે દેશમાં કોરોના વાયરસના કુલ કેસ વધીને 3,39,85,920 થઈ ગયા છે અને રિકવર થયેલા દર્દીઓની સંખ્યા 3,33,20,057 થઈ ગઈ છે.

Coronavirus

કોરોના વાયરસના નવા કેસો ઉપરાંત મોતોની સંખ્યામાં પણ ઘટાડો થયો છે અને છેલ્લા એક દિવસમાં સંક્રમણના કારણે 181 લોકોના જીવ ગયા છે. આરોગ્ય મંત્રાલયે જણાવ્યુ કે દેશભરમાં કોરોના વાયરસથી રિકવર થનાર દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે ત્યારબાદ સક્રિય કેસ ઘટીને માત્ર 2,14,900 રહી ગયા છે. આ ઉપરાંત દેશના અલગ-અલગ રાજ્યોમાં ચાલી રહેલ રસીકરણ અભિયાન હેઠળ અત્યાર સુધી વેક્સીનનો કુલ 95,89,78,049 ડોઝ આપવામાં આવી ચૂક્યો છે જેમાંથી 65,86,092 ડોઝ છેલ્લા 24 કલાકમાં આપવામાં આવ્યો છે.

કોરોના વાયરસના કુલ કેસોના મુકાબલે સક્રિય કેસ માત્ર 0.63 ટકા રહી ગયા છે જે માર્ચ 2020 બાદ સૌથી ઓછો છે. ભારતમાં સક્રિય કેસ 2,14,900 છે. દેશમાં અત્યાર સુધી 58.50 કરોડ કોવિડ ટેસ્ટ કરાવવામાં આવ ીચૂક્યા છે. હજુ પણ કેરળ, મહારાષ્ટ્ર જેવા રાજ્યોમાંથી સૌથી વધુ કેસ સામે આવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે ભારતમાં ઓગસ્ટ અને સપ્ટેમ્બરના મહિનામાં કોવિડ વેક્સીનેશન ખૂબ જ ઝડપથી આગળ વધ્યુ છે. સપ્ટેમ્બરમાં વેક્સીનેશને પાછલા બધા રેકૉર્ડ તોડી દીધા હતા. પીએમ મોદીના જન્મદિવસ 17 સપ્ટેમ્બરે 2.5 કરોડથી પણ વધુ વેક્સીન ડોઝ લગાવવામાં આવ્યા હતા. માનવામાં આવી રહ્યુ છે કે ભારત આ મહિનાના અંત સુધી 100 કરોડ વેક્સીન ડોઝ આપવાનુ લક્ષ્ય પૂરુ કરી લેશે. કોરોના મહામારી સામે આ સૌથી મોટી ઉપલબ્ધિ માનવામાં આવી રહી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X