• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

કોરોનાના સક્રિય કેસ ઘટ્યા, 24 કલાકમાં મળ્યા 8439 નવા દર્દી અને 9525 રિકવર

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ કોવિડ વેક્સીનેશનમાં મહારત મેળવી ચૂકેલ ભારતમાં કોરોના વાયરસના સંક્રમણના કેસ અટકી નથી રહ્યા. રોજેરોજ તેની સંખ્યા વધી-ઘટી રહી છે. આરોગ્ય મંત્રાલય તરફથી જણાવવામાં આવ્યુ છે કે છેલ્લા 24 કલાકમાં દેશભરમાંથી 8439 નવા કેસ નોંધવામાં આવ્યા. વળી, 9525 રિકવરી થઈ. કાલના દિવસે 95 મોત પણ નોંધવામાં આવ્યા. આ સાથે જ સરકારી આંકડાઓમાં અત્યાર સુધી 4,73,952 લોકોના જીવ જઈ ચૂક્યા છે.

કેરળમાં મળી રહ્યા છે સૌથી વધુ કોરોના દર્દી

નવા કેસની વાત કરીએ તો તે હાલમાં 9 હજારના ગ્રાફથી ઉપર છે. જેમાં કેરળમાં સૌથી વધુ દર્દીઓ આવી રહ્યા છે. તમને જણાવી દઈએ કે કેરળ એ જ રાજ્ય છે જ્યાં દેશનો સૌથી પહેલો કોરોના દર્દી મળ્યો હતો. લગભગ 2 વર્ષ પછી પણ કેરળ કોરોનાની સર્વાધિક માર સહન કરી રહ્યુ છે. આરોગ્ય મંત્રાલયના રિપોર્ટ મુજબ કાલે કેરળ રાજ્યમાંથી કોરોનાના 68 નવા કેસ નોંધવામાં આવ્યા. આ ઉપરાંત 134 મોત થયા. અત્યાર સુધી અહીં 41902 મોત થઈ ચૂક્યા છે.

સક્રિય દર્દીઓની સંખ્યા 1 લાખથી ઓછી

દેશમાં રાહતની વાત એ છે કે હવે કોરોના વાયરસના સંક્રમણના સક્રિય દર્દીઓની સંખ્યા 1 લાખથી ઓછી છે. આજે આરોગ્ય મંત્રાલય તરફથી જણાવવામાં આવ્યુ છે કે ભારતમાં સક્રિય દર્દીઓની સંખ્યા હાલમાં 93,733 છે જે થોડા દિવસ પહેલા 1 લાખથી વધુ હતી. વળી, દેશનો કોવિડ રિકવરી રેટ હવે 98.36 ટકા છે. આ ઉપરાંત કોરોના વાયરસના સંક્રમણના દેશભરમાં નોંધાયેલા કુલ કેસોની વાત કરીએ તો આ આંકડો 3.41 કરોડ થઈ ગયો છે. જેમાંથી 3,40,89,137 દર્દી ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે.

લોકોને વેક્સીનના કેટલા ડોઝ મળ્યા

દેશભરમાં લોકોને વેક્સીનના અત્યાર સુધી 1,29,54,19,975 ડોઝ આપવામાં આવી ચૂક્યો છે. જેમાંથી કાલના દિવસે 73,62,000 ડોઝ આપવામાં આવ્યો. વળી, અત્યાર સુધી કોરોનાથી રિકવર થનારાનો આંકડો વધીને 3,40,89,137 સુધી પહોંચી ગયો છે. જેમાંથી કાલના દિવસે 9525 લોકો ડિસ્ચાર્જ કરવામાં આવ્યા. આ ઉપરાંત કોરોના ટેસ્ટની વાત કરીએ તો દેશભરમાં લાખો લોકોના સેમ્પલનુ પરીક્ષણ કરવામાં આવી રહ્યુ છે.

પૂર્વોત્તર ભારતીય રાજ્ય મિઝોરમમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 81 નવા કેસ સામે આવ્યા. આ રાજ્યમાં કોવિડથી અત્યાર સુધી લગભગ 508 લોકોના મોત નોંધવામાં આવ્યા છે. વળી, સક્રિય કેસ 3039 છે.

English summary
Coronavirus Update: New 8439 Covid-19 patients and 9525 recoveries in last 24 hrs in India.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X