For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દેશમાં કોરોનાના 3.23 લાખથી વધુ નવા કેસ, છેલ્લા 24 કલાકમાં 2771 લોકોએ તોડ્યો દમ

મંગળવારે આરોગ્ય મંત્રાલય તરફથી જાહેર કરાયેલ આંકડાઓ અનુસાર છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના 3,23,144 નવા કેસ સામે આવ્યા છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ દેશમાં કોરોના વાયરસનો કહેર યથાવત છે. મંગળવારે આરોગ્ય મંત્રાલય તરફથી જાહેર કરાયેલ આંકડાઓ અનુસાર છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના 3,23,144 નવા કેસ સામે આવ્યા છે કે જે સોમવારની સરખામણીમાં ઓછા આંકડા છે. નવા કેસો બાદ દેશમાં સંક્રમિતોની કુલ સંખ્યા 1,76,36,307 થઈ ગઈ છે. વળી, 24 કલાકની અંદર કોરોના 2,771 લોકોએ દમ તોડી દીધો છે ત્યારબાદ મોતનો આંકડો 1,97,894 સુધી પહોંચી ગયો છે. ભારતમાં હવે સક્રિય કેસ 28,82,204 છે જ્યારે 1,45,56,209 લોકો રિકવર થઈને હોસ્પિટલથી ઘરે જઈ ચૂક્યા છે જ્યારે છેલ્લા 24 કલાકમાં 33,59,963 લોકોને કોરોનાની રસી મૂકવામાં આવી ચૂકી છે. વળી, ભારતમાં કાલ સુધી કોરોના વાયરસ માટે કુલ 28,09,79,877 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવી ચૂક્યા છે. દેશમાં કોરોના વેક્સીનેશન કાર્યક્રમ તેજીથી ચાલી રહ્યો છે. ભારતમાં માત્ર 99 દિવસોમાં 14 કરોડ લોકોને કોરોના રસી લગાવવામાં આવી ચૂકી છે.

100 દિવસ સુધી ચાલશે આ બીજી લહેર

100 દિવસ સુધી ચાલશે આ બીજી લહેર

ભારતમાં અત્યારે કોરોનાની બીજી લહેર ચાલી રહી છે. એક્સપર્ટની માનીએ તો આ લહેર આવતા 100 દિવસ સુધી ચાલવાની છે અને જ્યાં સુધી 70 ટકા વસ્તીનુ વેક્સીનેશન ન થઈ જાય ત્યાં સુધી કોરોનાની લહેરો લોકોને મુશ્કેલીમાં નાખતી રહેશે.

રાહુલ ગાંધી સતત સાધી રહ્યા છે કેન્દ્ર પર નિશાન

રાહુલ ગાંધી સતત સાધી રહ્યા છે કેન્દ્ર પર નિશાન

કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી સતત વેક્સીનની રણનીતિ અંગે મોદી સરકાર પર નિશાન સાધી રહ્યા છે. પોતાની લેટેસ્ટ અપડેટમાં તેમણે એક વાર ફરીથી પીએમ મોદી અને તેમની સરકાર પર પ્રહાર કર્યો છે. તેમણે ટ્વિટ કર્યુ છે કે, 'ચર્ચા બહુ થઈ ગઈ. દેશવાસીઓને વેક્સીન મફતમાં મળવી જોઈએ - વાત ખતમ. ના બનાવો ભારતને ભાજપ સિસ્ટમના વિક્ટીમ!'

અંડરવર્લ્ડ ડોન છોટા રાજનને થયો કોરોના, એઈમ્સમાં ભરતીઅંડરવર્લ્ડ ડોન છોટા રાજનને થયો કોરોના, એઈમ્સમાં ભરતી

રાજનીતિ બંધ કરે લોકો, આ શરમજનક છે

રાજનીતિ બંધ કરે લોકો, આ શરમજનક છે

આરોગ્ય મંત્રી ડૉ. હર્ષવર્ધને કહ્યુ કે માનવતાને ખાતર વેક્સીન પર વિપક્ષોએ રાજનીતિ બંધ કરી દેવી જોઈએ. ડૉ. હર્ષવર્ધને કહ્યુ કે કેન્દ્ર સરકાર પોતાની વેક્સીનેશન નીતિ હેઠળ રાજ્યોને ત્રીજા તબક્કામાં 50 ટકા વેક્સીન ડોઝ મફતમાં આપવાની છે. મહામારીના સમયે આ રીતની રાજનીતિ શરમજનક છે.

English summary
Coronavirus Update: News 323144 corona cases and 2771 death in last 24 hrs in India.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X