કોરોના વાયરસ અપડેટઃ છેલ્લા 24 કલાકમાં 2827 નવા કોવિડ કેસ નોંધાયા, એક દિવસમાં 24 મોત
નવી દિલ્લીઃ ભારતમાં કોરોના વાયરસના કેસોને લઈને ઉતાર-ચડાવ ચાલુ છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડાઓ મુજબ ભારતમાં છેલ્લા 24 કલાકમાં 2827 નવા કોરોના વાયરસ સંક્રમણના કેસ નોંધવામાં આવ્યા છે. વળી, છેલ્લા 24 કલાકમાં 24 લોકોના કોરોના વાયરસના કારણે મોત થઈ ગયા છે. આ દરમિયાન એક દિવસમાં 3230 લોકો કોરોનાથી રિકવર થયા છે. દેશમાં કોરોના સક્રિય કેસની સંખ્યા 19 હજાર 067 થઈ ગઈ છે.

દેશમાં 5.24 લાખ લોકોના થયા મોત
દેશમાં કોરોનાથી અત્યાર સુધી 5 લાખ 24 હજાર 181 લોકોના મોત થઈ ચૂક્યા છે. વળી, દેશમાં કોરોનાના કુલ સંક્રમણની સંખ્યા 4,31,13,413 થઈ ગઈ છે. કોવિડ-19ની કુલ રિકવરી સંખ્યા 42570165 છે. તમને જણાવી દઈએ કે વિશ્વ આરોગ્ય સંગઠને દાવો કર્યો છે કે કોવિડથી ભારતમાં 2020 અને 2021માં 47.4 લાખ લોકોના મોત થઈ શકે છે.

કોરોના રિકવરી રેટ 98.74 ટકા
આરોગ્ય મંત્રાલયે કહ્યુ કે સક્રિય કેસોમાં કુલ સંક્રમણના 0.05 ટકા શામેલ છે જ્યારે રાષ્ટ્રીય કોરોના રિકવરી રેટ 98.74 ટકા હતો. 24 કલાકના સમયમાં સક્રિય કોરોના કેસમાં 427 કેસનો ઘટાડો નોંધવામાં આવ્યો છે. આરોગ્ય મંત્રાલય મુજબ દૈનિક પૉઝિટિવીટી રેટ 0.95 ટકા અને સાપ્તાહિક પૉઝિટિવીટી રેટ 0.82 ટકા નોંધવામાં આવ્યો છે.

ઓરિસ્સામાં વધ્યા કોરોના કેસ
અધિકારીઓએ કહ્યુ કે ઓરિસ્સાના રાયગડા જિલ્લામાં બે હોસ્ટેલમાં રહેતા 64 વિદ્યાર્થીઓ કોરોના પૉઝિટિવ જોવા મળ્યા છે. ઓરિસ્સામાં રવિવારે 71 નવા કોરોના કેસ નોંધવામાં આવ્યા હતા. ઓરિસ્સામાં કોરોના કેસ વધીને 12,88,202 થઈ ગયા છે. કુલ મૃતકોની સંખ્યા 9126 હતી. રાજ્યમાં હાલમાં 160 સક્રિય કેસ છે જ્યારે 12,78,863 લોકો સંક્રમણથી રિકવર થઈ ચૂક્યા છે.