• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

કોરોના રસી અંગે તમને મૂંઝવતા દરેક પ્રશ્નોના જવાબ અહીં મેળવો

|

નવી દિલ્લીઃ ભારતમાં આજથી(16 જાન્યુઆરી) કોરોના વાયરસ રસીકરણ અભિયાન આખા દેશમાં શરૂ થઈ ગયુ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સવારે 10.30 વાગે વીડિયો કૉન્ફરન્સિંગના માધ્યમથી રસીકરણ અભિયાનની શરૂઆત કરી. રસીકરણની શરૂઆત કરતી વખતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યુ - દેશના વૈજ્ઞાનિકોનો ખૂબ ખૂબ આભાર. આજના દિવસની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. આ સાથે જ પ્રધાનમંત્રીએ Co-Win એપને પણ લૉન્ચ કર્યુ છે. રસી લગાવવાનો આખો ડેટા આ સૉફ્ટવેરમાં અપલોડ કરવામાં આવશે અને રસી લગાવનાર ડિજિટલ પ્રમાણપત્ર પણ આપવામાં આવશે. કોરોના રસી અંગે તમને મૂંઝવતા દરેક પ્રશ્નોના જવાબ અહીં મેળવો

કોરોના વેક્સીન કેવી રીતે આપવામાં આવશે?

કોરોના વેક્સીનની ગાઈડલાઈન્સ મુજબ એક વયસ્કને એક જ કોવિડ વેક્સીનના આખા બે ડોઝ આપવામાં આવશે. અસામાન્ય કેસમાં ડૉક્ટર નક્કી કરશે. હાલમાં સરકારે 14 વર્ષથી ઉપરના બધા લોકો માટે આનુ સૂચન આપ્યુ છે. કોવિડ વેક્સીન ઈન્ટેલીજન્સ નેટવર્ક(Co-WIN)સિસ્ટમ- એક ડિજિટલ પ્લેટફોર્મ છે, જેનો ઉપયોગ વાસ્તવિક સમયના આધારે વેક્સીનેશન અને કોરોના વાયરસ વેક્સીન માટે સૂચિબદ્ધ લાભાર્થીઓને ટ્રેક કરવા માટે કરવામાં આવશે.

કેવી રીતે રજિસ્ટર કરવાનુ છે

વેક્સીન માટે રજિસ્ટર કરતી વખતે તમારે પેન કાર્ડ, પેંશન કાર્ડ, પાસપોર્ટ, મતદાતા ઓળખ પત્ર, મનરેગા જૉબ કાર્ડ કે ડ્રાઈવિંગ લાયસન્સ જેવા ઓળખ પત્રની જરૂર પડશે. માત્ર આ જ પ્રમાણ તેના માટે માન્ય હશે. તમારા રાજ્યના સ્થાનિક નિગમ જલ્દી ઑનલાઈન રજિસ્ટ્રેશન સુવિધા શરૂ કરશે. ત્યાં સુધી તમારે ધીરજ રાખવાની જરૂર છે. ઑનલાઈન રજિસ્ટ્રેશન બાદ તમારે રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર એક એસએમએસ મળશે. આમાં વેક્સીનની તારીખ, સ્થળ અને સમય બતાવવામાં આવશે.

કો-વિન(Co-WIN)એપ

'ગૂગલ પ્લે સ્ટોરથી કોઈ પણ એપને હમણાં ડાઉનલોડ કરવાનુ ટાળો કારણકે અધિકૃત એપ હજુ સુધી જાહેર કરવામાં આવી નથી, તેમછતાં પણ પ્લે સ્ટોર પર ઘણી એપ્સ છે જેને CoWIN કહેવામાં આવે છે. એપ હજુ ઉત્પાદન-પૂર્વ અવસ્થામાં છે અને ગૂગલ પ્લે અથવા એપ સ્ટોર પર લાઈવ કરવામાં આવ્યુ નથી. આમાં એ આરોગ્ય અધિકારીઓનો ડેટા છે જે વેક્સીનેશન કરાવવા માટે પહેલી લાઈનમાં હશે. 75 લાખથી વધુ આરોગ્ય અધિકારીઓએ પહેલા જ રજિસ્ટ્રેશન કરાવી લીધુ છે.

રસીકરણ બાદની સ્થિતિનુ મેનેજમેન્ટ

કોવિડ-19 સામે પહેલી વાર કરોડો વયસ્કો સહિત એક અબજ લોકોનુ રસીકરણ કરવુ એક અભૂતપૂર્વ પડકાર હશે. જો કે લોકોએ સાવચેતી રાખવી જોઈએ અને રસી લગાવ્યા બાદ પણ કોરોના વાયરસથી બચાવ માટે નિયમોનુ કડકાઈથી પાલન કરવુ જોઈએ કારણકે હજુ પણ નથી જાણ કે આ વાયરસના સંક્રમણના જોખમને કેવી રીતે પ્રભાવિત કરે છે. જો કે આશા છે કે કોવિડ-19 બાદ દુનિયામાં ભારત કૉમ્પ્લેક્સ મૉડર્ન મલ્ટીનેશન સપ્લાઈ ચેનના ગ્લોબલ નર્વ સેન્ટર તરીકે ઉભરશે, જેમાં ભૌતિક અને વર્ચ્યુઅલનુ યોગ્ય મિશ્રણ હશે.

કોવિડ રસીમાં સૂવરનુ માંસ

ઉત્પાદકો તરફથી જે માહિતી આપવામાં આવી છે તે મુજબ ભારતમાં બનેલી રસીમાં સૂવરનુ માંસ કે સૂવર જિલેટિનનો ઉપયોગ કરવામાં આવ્યો નથી. વળી, કોવિડ-19 રસીકરણથી ભવિષ્યમાં પ્રજનન પર અસર પડતી નથી. જો કે ઉપલબ્ધ આંકડા ગર્ભાવસ્થાના સમયે કોઈ સુરક્ષાની ચિંતા કે નુકશાનના સંકેત નથી આપતા પરંતુ ગર્ભાવસ્થા દરમિયાન કોવિડ-19 વેક્સીનના નિયમિત ઉપયોગની ભલામણ કરવા માટે પુરાવા અપૂરતા છે. જ્યારે કોઈ વ્યક્તિને કોઈ બિમારી સામે રસી મૂકવામાં આવે તો તેના સંક્રમણનુ જોખમ પણ ઘટી જાય છે. માટે બીજામાં વાયરસ કે બેક્ટેરિયાના સંક્રમણની સંભાવના પણ ઘટી જાય છે.

વેક્સીનનો ખર્ચ

16 જાન્યુઆરીથી શરૂ થઈ રહેલ રસીકરણના પહેલા ફેઝમાં 3 કરોડથી વધુ લોકોને કોવિડ-19 રસી લાગશે જેનો બધો ખર્ચ કેન્દ્ર સરકાર ઉઠાવશે. સીરમની કોવિશીલ્ડ વેક્સીન 200 રૂપિયા પ્રતિ ડોઝ ઉપલબ્ધ થશે. જે ઑર્ડર આપવામાં આવ્યા છે તે મુજબ રસીના એક ડોઝની કિંમત 200 રૂપિયા હશે અને 10 જીએસટી સાથે 210 રૂપિયામાં પડશે. સીરમના સીઈઓ અદાર પૂનાવાલાએ નવેમ્બરમાં એક ઈન્ટરવ્યુમાં કહ્યુ હતુ કે ભારતના બજારોમાં રસીનો એક ડોઝની કિંમત લગભગ 1,000 રૂપિયા(13.55 ડૉલર ) હશે અને સરકારને એક ડોઝ લગભગ 250 રૂપિયા(3.40 ડૉલર)માં પડશે.

ગુજરાતમાં 161 કેન્દ્રો પર આરોગ્ય કર્મચારીઓને અપાશે વેક્સીનગુજરાતમાં 161 કેન્દ્રો પર આરોગ્ય કર્મચારીઓને અપાશે વેક્સીન

English summary
Coronavirus Vaccination: Regetration, guidelines, price, all you need to know about Coronavirus vaccine.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X