દેશમાં આજથી શરૂ થઈ રહી છે કોરોના વેક્સીનની ડ્રાઈ રન, દિલ્લીથી જમ્મુ-કાશ્મીર સુધી જાણો તૈયારી
Coronavirus Vaccine Dry Run In India Update: દેશભરમાં આજથી એટલે કે 2 જાન્યુઆરીથી કોરોના વેક્સીનની ડ્રાઈ રન થઈ રહી છે. દેશના દરેક રાજ્યમાં આજથી કોરોના વેક્સીનની ડ્રાઈ રન શરૂ કરવામાં આવશે. આ ડ્રાઈ રન દેશના દરેક રાજ્યોના બે-બે મુખ્ય શહેરોમાં કરવામાં આવશે. કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડૉક્ટર હર્ષવર્ધને દરેક રાજ્યોમાં શરૂ થતી ડ્રાઈ રન માટે સમીક્ષા બેઠઢક પણ કરી છે. જેમાં દરેક મુદ્દે વાત કરવામાં આવી છે. સરકાર તરફથી આના માટે ટીમોની રચના કરવામાં આવી છે. ડ્રાઈ રન માટે તૈયારીઓ હવે ફાઈનલ રાઉન્ડમાં છે.
આ ડ્રાઈ રનના આધારે કોરોના રસીકરણ અભિયાનને આખા દેશમાં અંજામ આપવામાં આવશે. જો કે ડ્રાઈ રન દરમિયાન કોરોનાની વેક્સીનનો ઉપયોગ કરવામાં આવશે નહિ. ડ્રાઈ રન હેઠળ બસ એ ટેસ્ટ કરવામાં આવશે કે કેન્દ્ર સરકારે જે રસીકરણનો પ્લાન બનાવ્યો છે તેમાં કોઈ કમી તો નથી, વાસ્તવમાં તે કેટલુ સાચુ છે. આ ઉપરાંત સરકાર Co-WIN એપ દ્વારા રિયલ ટાઈમ મૉનિટરિંગને પણ ટેસ્ટ કરવાની છે.
New Year 2021 Special: વર્ષ 2020ની યાદોની એક ઝલક અને નવા વર્ષની આશા, ઉમ્મીદો
અત્યાર સુધી દેશના 4 રાજ્યોમાં કરવામાં આવેલ ડ્રાઈ રન દેશમાં અત્યાર સુધી અસમ, ગુજરાત, આંધ્ર પ્રદેશ અને પંજાબમાં ડ્રાઈ રન થઈ ચૂકી છે. જેના પૉઝિટીવ રિઝલ્ટ સામે આવ્યા છે. ત્યારબાદથી જ સરકારે નિર્ણય કર્યો છે કે આખા દેશમાં ડ્રાઈ રન અભિયાનને શરૂ કરવામાં આવશે. આના માટે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે એક વિશેષ ટીમની પણ રચના કરી છે જે આ આખી પ્રક્રિયા પર બારીકાઈથી નજર રાખશે. ડ્રાઈ રન દરમિયાન કોરોના વેક્સીના કોલ્ડ સ્ટોરેજ, રસી સ્થળ પર ભીડનુ મેનેજમેન્ટ, સોશિયલ ડિસ્ટંસીંગ, કોવિડ-19 રસીની વ્યવસ્થા આ બધી વસ્તુઓને પરખવામાં આવશે.
જાણો કેવી છે તૈયારી?
- દિલ્લીઃ રાષ્ટ્રીય રાજધાની દિલ્લીમાં કોરોના વેક્સીનના રસીકરણ માટે ત્રણ સ્થળોની પસંદગી કરવામાં આવી છે. જેમાં દરિયાગંજનુ શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, શાહદરાની ગુરુ તેગ બહાદૂર હોસ્પિટલ અને દ્વારકાની વેંક્ટેશ્વર હોસ્પિટલ શામેલ છે. જ્યાં આજે ડ્રાઈ રનનો અભ્યાસ કરવામાં આવશે.
- જમ્મુ કાશ્મીરઃ જમ્મુ કાશ્મીરના ત્રણ જિલ્લાની 9 હોસ્પિટલમાં ડ્રાઈરન કરવામાં આવશે. જેમાં કાશ્મીર ઘાટીના શ્રીનગર અને કુલગામ જિલ્લા અને જમ્મુ ક્ષેત્રમાં જમ્મુ જિલ્લામાં આ આયોજન થશે. આ દરમિયાન એ પણ તપાસવામાં આવશે કે કોરોના રસીકરણ માટે કેન્દ્રશાસિત પ્રદેશ કેટલુ તૈયાર છે.
- ઉત્તર પ્રદેશઃ યુપીમાં 6 જગ્યાએ ડ્રાઈ રનનુ આયોજન કરવામાં આવ્યુ છે. જેમાં લખનઉમાં સહારા હોસ્પિટલ, આરએમએલ હોસ્પિટલ, કેજીએમયુ અને એસજીપીજીઆઈ શામેલ છે. ડ્રાઈ રન સવારે 9 વાગ્યાથી લઈને સાંજે 4 વાગ્યા સુધી હશે. આ કોરોના વેક્સીનની ડ્રાઈ રન રોજ 100 રસીકરણના ટાર્ગેટ માટે કરવામાં આવશે.
- બિહારઃ બિહારમાં પટના, બેતિયા અને જમુઈમાં આ ત્રણ જગ્યાએ કોરોના વેક્સીનની ડ્રાઈ રનનુ આયોજન કરવામાં આવશે. જેમાં દરેક પોઈન્ટ પર 25 હેલ્થ વર્કર્સે રહેવુ અનિવાર્ય છે. રિપોર્ટ છે કે આ લોકો પર વેક્સીન લગાવવાની ટ્રાયલ કરવામાં આવશે.
- ઝારખંડઃ ઝારખંડના 5 જિલ્લાઓમાં ડ્રાઈ રનનુ આયોજન કરવામાં આવશે જેમાં પલામુ, પાકુડ, કાંચી, પૂર્વી સિંહભૂમ અને ચતરા શામેલ છે. રસીકરણ અભિયાન માટે 7 હજાર હેલ્થ વર્કર્સને પ્રશિક્ષિત કરવામાં આવ્યા છે.
- કર્ણાટકઃ કર્ણાટકમાં પણ 5 જિલ્લામાં ડ્રાઈ રનનુ આયોજન કરવામાં આવશે. દરેક જિલ્લામાં ત્રણ સ્ટેજ પર ડ્રાઈ રન થશે. રિપોર્ટ મુજબ દરેક જિલ્લામાં એક ડ્રાઈ રન જિલ્લા સ્તરે, એક તાલુકા સ્તરે અને એક PHC સ્તરે હશે.