ભારતમાં નવેમ્બર સુધી ઉપલબ્ધ થઈ શકે છે કોવિડ-19 વેક્સીન, મંજૂરી મળવાની રાહ
નવી દિલ્લીઃ ભારતમાં કોરોના વાયરસ(કોવિડ-19) મહામારી નિયંત્રણથી બહાર છે. આ દરમિયાન દરેકની નજર વેક્સીન પર ટકી છે. આ દિશામાં ઘણુ કામ ચાલી રહ્યુ છે અને આશા છે કે જલ્દી વેક્સીન લોકો માટે ઉપલબ્ધ પણ થશે. આ દરમિયાન ડૉક્ટર રેડ્ડીઝ લેબોરેટરીઝના સહ અધ્યક્ષ અને મેનેજિંગ ડિરેક્ટર જીવી પ્રસાદ અને આરડીઆઈએફ સીઈઓ કિરિલ દમિત્રેવે વેક્સીન માટે કરવામાં આવી રહેલ કામોની માહિતી આપી છે. તેમણે જણાવ્યુ કે ભારતને જલ્દી વેક્સીન ઉપલબ્ધ કરાવવા માટે કામ થઈ રહ્યુ છે.
ઈન્ડિયા ટુડેના રિપોર્ટ અનુસાર જીવી પ્રસાદે કહ્યુ, 'અમે રશિયન ડેવલપમે્ટ ઈન્વેસ્ટીગેશન ફંડ(આરડીઆઈએફ) સાથે સમજૂતી પર હસ્તાક્ષર કર્યા છે. વહેલી તકે વેક્સીન (સ્પુતનિક-વી) ભારતમાં લાવવાની આશા છે. વેક્સીન માટે ઘણી કોશિશો કરવામાં આવી રહી છે અને દરેક કંપની પોતાની રીતે કામ કરવામાં લાગી છે. અમે આરડીઆઈએફ સાથે ભાગીદારી કરી છે. અમને લાગ્યુ કે આ સારા સંકેત છે. અમે તેને ઓછામાં ઓછા સમયમાં મેળવવા માટે પ્રયત્નો કરી રહ્યા છે. અમે ટ્રાયલ માટે ડ્રગ કંટ્રોલર જનરલ ઑફ ઈન્ડિયાની મંજૂરીની જરૂર પડશે. આમાં સમય લાગશે, મહિનો પણ લાગી શકે છે.' રશિયન વેક્સીનને પ્રસાદે ઘણી સારી ગણાવી છે.
વળી, આરડીઆઈએફના સીઈઓ કિરિલ દમિત્રેવે કહ્યુ, 'અમને વિશ્વાસ છે કે ભારત કોવિડ-19 સામે લડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવશે. મેક ઈન ઈન્ડિયાએ ભારતના ફાર્મા સેક્ટરને મજબૂતી આપી છે.' વળી, રશિયન વેક્સીન વિશે ઉઠી રહેલા સવાલો પર દમિત્રેવે કહ્યુ કે આ માત્ર પશ્ચિમી દેશોનો પ્રોપાગાન્ડા માત્ર છે. રશિયન વેક્સીન માનવ સેલ પર આધારિત છે. પશ્ચિમી વેક્સીન્સનુ પરીક્ષણ કરવામાં આવ્યુ નથી અને પ્રતિસ્પર્ધી માત્ર હુમલા કરવાની કોશિશ કરી રહ્યા છે. આ વેક્સીન સુરક્ષિત અને એડવાન્સ છે. તેમણે કહ્યુ કે મંજૂરી મળતા જ નવેમ્બર સુધી ડિલીવરી થઈ શકે છે. ત્યારબાદ 40 હજારથી વધુ લોકોને વેક્સીન મળી જશે. તેમણે એ પણ કહ્યુ કે અમે પણ ભારતની જેમ કડક પ્રક્રિયાનુ પાલન કર્યુ છે.
નિયા શર્માના બોલ્ડ એન્ડ બ્યુટીફૂલ અંદાજ પર ફિદા છે ફેન્સ