કોરોના વેક્સીન વિશે 'ગૂડ ન્યૂઝ', BioNTech-Pfizerની ડિસેમ્બર સુધી આવી જશે વેક્સીન
Coronavirus vaccine update: કોરોના વાયરસ મહામારીનુ જોખમ સતત વધી રહ્યુ છે. દુનિયાભરમાં કોરોનાના 5 કરોડ 60 લાખ કેસ થઈ ગયા છે. વળી, 13 લાખ 46 હજાર લોકોના મોત થઈ ચૂક્યા છે. એવામાં સૌની નજર વેક્સીન પર ટકેલી છે. દરેક જણ ઈચ્છે છે કે જલ્દીમાં જલ્દી વેક્સીન આવે. BioNTech-Pfizerની વેક્સીન આ વર્ષે ડિસેમ્બરમાં આવવાની અપેક્ષા છે. બાયોટેકના મુખ્ય કાર્યકારી અધિકાકરી યુગુર સાહિને કહ્યુ કે જો બધુ બરાબર ચાલ્યુ અને સારુ રહ્યુ તો વેક્સીન આ વર્ષે ક્રિસમસ પહેલા કે તેની આસપાસ લોકો માટે ઉપલબ્ધ થઈ જશે.
ન્યૂઝ એજન્સી રૉયટર ટીવીના જણાવ્યા મુજબ યુગુર સાહિને જણાવ્યુ કે જો બધુ ઠીક થઈ જાય તો હું કલ્પના કરી શકુ છુ કે અમે ડિસેમ્બરના બીજા છમાસિકમાં (યુએસ એફડીએથી) અનુમોદન મેળવી શકીશુ અને ક્રિસમસ પહેલા વેક્સીનની ડિલીવરી શરૂ કરી શકીશુ. પરંતુ આવુ વાસ્તવમાં ત્યારે જ થઈ શકશે જ્યારે બધુ વસ્તુઓ આપણા પક્ષમાં અને પૉઝિટી રહે.
અમારી હ્યુમન ટ્રાયલમાં હજુ સુધી કોઈ દુષ્પ્રભાવ નથીઃ બાયોટેક
બાયોટેક તરફથી આ દાવો Pfizerના એ નિવેદન બાદ કરવામાં આવ્યો જેમાં તેમણે કહ્યુ હતુ કે કોરોના વાયરસ વેક્સીનની જેમના પર ટ્રાયલ ચાલી રહી છે એ લોકોના પરીક્ષણમાં 95 ટકા પ્રભાવકારી પરિણામ દેખાયા છે. તેમણે કહ્યુ છે કે અમારી હ્યુમન ટ્રાયલમાં હજુ સુધી કોઈ મોટા દુષ્પ્રભાવ અને સાઈડ ઈફેક્ટ દેખાઈ નથી. આ અમારા માટે એક સારો સંકેત છે કે વેક્સીનને દુનિયાભરમાં વ્યાપક રીતે નિયોજિત કરવામાં આવી શકાય છે.
ઉલ્લેખનીય છે કે આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના લેટેસ્ટ આંકડા મુજબ ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોવિડ-19ના 45,576 નવા કેસ આવ્યા બાદ કુલ કેસોની સંખ્યા 89,58,484 થઈ ગઈ છે. 585 નવા મોત બાદ કુલ મૃતકોની સંખ્યા 1,31,578 થઈ ગઈ છે. 3,502ની કમી બાદ સક્રિય કેસ 4,43,303 છે. વળી, 48,493 નવા ડિસ્ચાર્જ બાદ કુલ રિકવર થયેલા કેસોની સંખ્યા 83,83,603 છે. ભારતીય ચિકિત્સા અનુસંધાન પરિષદ(ICMR) અનુસાર 18 નવેમ્બર સુધી કોરોના વાયરસ માટે કુલ 12,85,08,389 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા જેમાંથી 10,28,203 સેમ્પલ બુધવારે ટેસ્ટ કરવામાં આવ્યા છે.
કોરોનાનો કહેર વધ્યો, 24 કલાકમાં 45,576 નવા દર્દી, 585ના મોત