મોદી જણાવે કે કેટલાં ભ્રષ્ટાચારીને જેલભેગા કર્યા: ફારૂક અબ્દુલ્લા

Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 23 એપ્રિલ: નેશનલ કોન્ફ્રેંસના દિગ્ગજ નેતા અને કોંગ્રેસના વરિષ્ઠ સહયોગી ફારૂક અબ્દુલ્લાએ મોંઘવારી અને ભ્રષ્ટાચારને યૂપીએ સરકારની મોટી ભૂલો ગણાવી છે. આઇબીએન7 સાથે ખાસ વાતચીતમાં અબ્દુલ્લાએ માન્યું કે ભ્રષ્ટાચારને રોકવા માટે ઝડપથી કામ નથી થયું.

ફારૂક અબ્દુલ્લાને પૂછવામાં આવ્યું કે શું આપને લાગે છે કે યૂપીએમાં ક્યાંકને ક્યાંક ખામી રહી છે? જેના જવાબમાં તેમણે જણાવ્યું કે અમારી વિરુધ્ધ જે પ્રચાર ભાજપે કર્યો છે તેના માટે તેમણે કરોડો ખર્ચ્યા છે, અમારી ભૂલો છે કે યૂપીએ સરકારમાં મોંઘવારી ખૂબ જ થઇ, જેને અમે રોકી શક્યા નહીં. બીજું એ કે જે ભ્રષ્ટાચાર થયો તેની પર પણ જો ઝડપથી કાર્યવાહી થતી તો લોકોને તે દેખાતું.

farooq abdullah
ફારુકે મોદી પર પ્રહાર કરતા જણાવ્યું કે યૂપીએ સરકારે ભ્રષ્ટાચાર પર કાર્યવાહી કરી છે. પરંતુ નરેન્દ્ર મોદી જણાવે કે કોઇ ભ્રષ્ટાચારીને જેલભેગા કર્યા? જ્યારે યૂપીએ સરકારમાંથી ભ્રષ્ટાચારીઓને જેલ મોકલવામાં આવ્યા છે. કરપ્શનમાં યૂપીએએ મંત્રીઓને જેલભેગા કર્યા. અમારી ભૂલ એ રહી કે અમે લોકો સુધી અમારા કાર્યોને પહોંચાડી શક્યા નહીં. અમે લોકો મીડિયા સુધી એ રીતે પહોંચી ના શક્યા જે રીતે વિપક્ષ કરી રહ્યું છે.

ફારુક અબ્દુલ્લાને પૂછવામાં આવ્યું કે શું ખરેખર મનમોહન સિંહ નબળા વડાપ્રધાન હતા? જેના જવાબમાં તેમણે જણાવ્યું કે મનમોહન સિંહ ઇમાનદાર હતા, તેમના બિલકૂલ સારા ઇરાદાઓ છે. આટલી જમાતોને ચલાવવું સરળ નથી. આજે તેમની પર આરોપ લાગી રહ્યા છે જે બિચારો સૌથી વધારે ઇમાનદાર છે. જેણે આપણી ઇકોનોમીને બચાવી.

English summary
Corruption and Price rise are big mistake of UPA says Farooq Abdullah.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X