For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

યુપીમાં કેબિનેટ વિસ્તરણનું કાઉન્ટડાઉન, સાત નવા મંત્રીઓ શપથ લઈ શકે છે!

ચાર મહિના બાદ યુપીમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીને લઈને ઉત્તર પ્રદેશમાં કેબિનેટ વિસ્તરણ થઈ શકે છે. કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલા જિતિન પ્રસાદ સહિત સાત મંત્રીઓને શપથ લઈ શકે છે.

By Desk
|
Google Oneindia Gujarati News

ચાર મહિના બાદ યુપીમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીને લઈને ઉત્તર પ્રદેશમાં કેબિનેટ વિસ્તરણ થઈ શકે છે. કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલા જિતિન પ્રસાદ સહિત સાત મંત્રીઓને શપથ લઈ શકે છે. મંત્રી તરીકે શપથ ગ્રહણ કરનારાઓમાં જિતિન ઉપરાંત પલટુ રામ, સંજય ગૌર, સંગીતા બિંદ, દિનેશ ખટીક, ધરમવીર પ્રજાપતિ અને છત્રપાલ ગંગવારનો સમાવેશ થાય છે. ચાર મહિના પછી યોજાનારી યુપી વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને, કેબિનેટ વિસ્તરણને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે. તેની લાંબા સમયથી રાહ જોવાઈ રહી છે.

abinet expansion in UP

ઉલ્લેખનિય છે કે, 8 મી જુલાઈએ કેન્દ્રીય મંત્રીમંડળના વિસ્તરણમાં યુપી પર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું હતું. જેમાં જાતિના ગણિત પર ધ્યાન કેન્દ્રિત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. યુપીમાંથી નિયુક્ત સાત નવા મંત્રીઓમાંથી ચાર ઓબીસી, બે દલિત અને એક બ્રાહ્મણ હતા. મોદીના મંત્રીમંડળમાં યુપીનું મજબૂત પ્રતિનિધિત્વ છે. કેન્દ્રીય કેબિનેટમાં યૂપીમાંથી રેકોર્ડ 15 મંત્રી બનાવવામાં આવ્યા હોય તેવું પ્રથમ વખત બન્યું છે.

ભાજપ યુપી ચૂંટણીને ખૂબ જ ગંભીરતાથી લઈ રહ્યું છે. પાર્ટીએ બુથને મજબૂત કરવા માટે અભિયાન શરૂ કર્યું છે. આ સાથે જ ચૂંટણી પ્રભારી કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન પણ યુપીમાં ત્રણ દિવસ રોકાયા હતા અને ચૂંટણીની તૈયારીઓ પર ચર્ચા કરી હતી. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે દાવો કર્યો છે કે, 2022 ની ચૂંટણીમાં યુપીમાં 350 બેઠકો જીતીને ભાજપ સરકાર બનાવશે. સાથે જ સપાએ 400 વિધાનસભા બેઠકો જીતવાની વાત કરી છે.

મુખ્યમંત્રી યોગીનું કહેવું છે કે, ભાજપના છેલ્લા સાડા ચાર વર્ષના કાર્યકાળમાં યુપીએ વિકાસના માર્ગ પર પ્રગતિ કરી છે. હવે રાજ્યમાં રોકાણનું વાતાવરણ સર્જાયું છે અને રાજ્યને ભ્રષ્ટાચાર અને ખરાબ કાયદો અને વ્યવસ્થામાંથી રાહત મળી છે. લોકો ફરી એકવાર ભાજપની સરકાર બનાવશે.

ઉલ્લેખનિય છે કે, ઉત્તર પ્રદેશને લઈને ભાજપ માટે સારા સમાચાર નથી. આંતરિક સુત્રો અને ભાજપના આંતરિક સર્વેનું માનિયે તો ઉત્તર પ્રદેશમા સરકાર બનાવવા માટે ભાજપે મોટી લડાઈ લડવી પડી શકે છે. સુત્રો તો એવું પણ કહે છે કે યુપીમાં ભાજપ સત્તા પણ ગુમાવી શકે છે. ઉત્તર પ્રદેશમાં યોગી આદિત્યનાથ મુખ્યમંત્રી બન્યા બાદ સતત વિવાદો ચાલતા આવ્યા છે. આ સ્થિતીમાં ભાજપ પાણી પહેલા પાળ બાંધે તે સ્વભાવિક છે.

English summary
Countdown to cabinet expansion in UP, seven new ministers can be sworn in!
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X