• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

કેરળમાં યોજાશે યાત્રા ટેકનોલોજી અંગે દેશનું પ્રથમ સંમેલન

|

તિરુવનંતપુરમ, 27 એપ્રિલ : ઇન્ટરનેશનલ કોન્ફરન્સ ઓન ટ્રાવેલ ટેકનોલોજી (આઇસીટીટી) ઇન્ડિયા સૌપ્રથમવાર ભારતમાં યોજવામાં આવી રહી છે. કેરળના કોવલમ ખાતે યોજાનારા આ વિશાળ સંમેલનનું આયોજન 7થી 9 જૂન, 2013 દરમિયાન કરવામાં આવ્યું છે. આ સંમેલનમાં પર્યટન સંચાલકો, હોટેલ અને રિસોર્ટ માલિકો, પર્યટનના માર્કેટિંગ સાથે સંકળાયેલા લોકો, શિક્ષણવિદો, રિસર્ચર્સ અને થિંક ટેંક જેવા ક્ષેત્રો સાથે સંકળાયેલા ભારતીય અને વિદેશી વિશેષજ્ઞો ભાગ લેશે.

આ ક્ષેત્રના નિષ્ણાતો સંમેલનમાં નવી ટેકનોલોજી અને તેમાં રહેલી વિવિધ તકો અંગે ચર્ચા કરશે. સંમેલનનું આયોજન એસોસિએશન ઓફ ટુરિઝ્મ એન્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન, ઇન્ડિયા (એટીટીઓઆઇ)એ કેરળના પર્યટન વિભાગ સાથે મળીને કર્યું છે.

એટીટીઓઆઇના સચિવ અને આઇસીટીટીના આયોજન સચિવ પી કે અનીષ કુમારે જણાવ્યું કે "પર્યટન સ્થળોની માહિતીથી લઇને યાત્રાની યોજના બનાવવા સુધીની દરેક બાબતો માટે પર્યટકો આજે સોશિયલ મીડિયા અને ઓનલાઇન સોર્સનો ભરપૂર ઉપયોગ કરે છે. હવે પર્યટન વિભાગ સાથે સંકળાયેલા બિઝનેસમેને વેબસાઇટની ઉપસ્થિતિનું મહત્વ સમજવું પડશે, તેમણે જાણવું પડશે કે ઓનલાઇન ટેકનોલોજીનો લાભ કેવી રીતે મેળવી શકાય છે. આઇસીટીટી ઇન્ડિયા પાસેથી આ જ લક્ષ્ય પ્રપ્ત કરવાની આશા છે."

આ સંમેલનમાં ટૂર એન્ડ ટ્રાવેલ ટેકનોલોજી કંપનીઓ પોતાના નવા સોફ્ટવેર અને મોબાઇલ એપ્લિકેશનોનું પ્રદર્શન પણ કરી શકશે અને તેમાં સુધારણા અંગે ચર્ચા કરી શકશે.

English summary
Country's first conference on Tour Technology in Kerala.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X